________________
( ૧૨ ) ઉપરથી અનેક સ્થા, સમૂડ પાડવા લાગ્યા. આ શરૂઆત દશમા સૈકામાં મુળરાજે સોલંકીના બોલાવ્યાથી ઉત્તર તરફના આવેલા બ્રાહ્મણે પિતાને ઉદિચ્ચ (ઔદીચ્ય) નામે ઓળખાવા લાગ્યા ત્યારથી શરૂ થઈ ત્યાર પહેલાં બ્રાહ્મણ પિતાના ગોત્ર ઉપરથી જ ઓળખાતા હતા. બારમા સૈકા પછીજ બ્રાહ્મણોની નાતનાં નામ મળી આવે છે. આ જથા કે સમૂહમાંથી પેટા સમૂહ પડયા, તેની પણ શાખાઓ કે તડ પડવા લાગ્યાં દાખલા તરીકે વૃદ્ધનગર ઉપરથી નાગર બ્રાહ્મણ થયા. તે નાગરમાં પણ છ પેટા વિભાગો થયા. મેરા ગામ ઉપરથી મેઢ બ્રાહ્મણ ને તેના પણ છ વિભાગો થયા. શ્રીમાળ શહેર ઉપરથી શ્રીમાળી બ્રાહ્મણ તેમાં પણ અનેક જથા ને તડ પડયાં. મેવાડ ઉપરથી મેવાડા તેના મુખ્ય ત્રણ વિભાગ, વડાદ ઉપરથી વડાદરા, વાલમ ગામ ઉપરથી વાલમ, દધીચી ઋષિ ઉપરથી દધિચ્ચ, ઔદુમ્બર ઋષિના નામ ઉપરથી ઔદુમ્બર, તે ઉપરાંત ખેડાવાળ, વાળ, ગિરનારા, સારા, નાંદરા, તૈલંગણ, આવા આવા અનેક ભેદ મળીને ચોરાશી વિભાગે થયા. અને તે ઉપરથી બ્રાહ્મણની ચોરાશી કહેવાઈ. જેમ જેમ વખત જતે ગમે તેમ તેમ આ સંખ્યા પણ વધતી ગઈ હાલ લગભગ એકસો પંદર નાતે યાને વિભાગો છે.
આ વિભાગોના શરૂઆતમાં તે સગવડ ખાતર નામ પાડયાં હશે. પરંતુ કાળક્રમે તે વિભાગ રૂઢ થઈ જવાથી તેમની જુદી જુદી વાત ગઈ. અને તે નાત, જથા કે સમૂહમાં લગ્ન સંબંધ અને ભજન પ્રબંધ ચાલુ રહ્યાં. આ બધી નાતના લેકે પિતાના પેટાવિભાગના નામ સાથે બ્રાહ્મણ નામ જોડ્યા વિના બોલતા નથી. જેમકે ચાતુર્વેદી મઢ બ્રાહ્મણ, માળવી શ્રી ગૌડ બ્રાહ્મણ, ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ વગેરે. આ બધી નાતે એક પંક્તિએ બેસી જમે છે. કેટલીક નાતેને અનુકુળ સગો મળી આવતાં તે નાત ધનદેલતમાં, રાજ્ય-અધિકારમાં અગર વધારે સંખ્યા એકજ સ્થળે રહેવાની સગવડ મળવાથી, પિતાની જાતિમત્સર વડે અગર પ્રતિષ્ઠા સાચવવાની સંકુચિત વૃત્તિ વડે બીજી બ્રાહ્મણ જ્ઞાતિ સાથે પંક્તિમાં બેસી જમી શક્તા નથી. જેવા કે “વડનગરા નાગર ગૃહસ્થ” આવા અપવાદ બાદ કરતાં સઘળી બ્રાહ્મણથી ઉતરતી બીજી કઈ નાતવાળાનું ભજન નહીં લેવું એ સખત પ્રતિબંધ છે. આ પ્રતિબંધ સોને અનુકૂળ લાગવાથી બધી બ્રાહ્મણ વણે પિતાની પેટા નાતે પાસે સ્વીકારાય છે. આ પ્રતિબંધને ભંગ કરનાર નાતની પંક્તિમાં ભેજન લઈ શક્તો નથી. આ જથ્થા, સમૂહ, ભાગ, વિભાગો કાળક્રમે રૂઢિબંધ થવાથી બધા નાતેના નામે ઓળખાયા. આ નાતેને પ્રબંધ સૌને સમયાનુકુળ લાગવાથી બ્રાહ્મણ નિયામકેએ પિતાની સાથેની ભાઈબંધ જ્ઞાતિઓના થા, સમૂહ, અને પેટા વિભાગો પહેલા જોઈ અને તેના ફાયદા પણ