SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩ મું પ્રત્યક્ષ જોઈ પિતાની જાતમાં પણ આવા જથા પડવા દીધા અગર પાડયા. અને તે જથાને અનુકૂળ તેવા બંધારણ ઘડયાં. આ સમય વિ. સં. ૧૦ સૈાથી તેરમા સૈકા સુધીને સમજાય છે. પરંતુ આ બ્રાહ્મણની નાતેએ તે વ્યવહારમાં ત્રણ વર્ષ પછી દેખા દીધી. તે પહેલા બ્રાહણેનું ઓળખાણ તેમની નાત ઉપરથી નહીં પણ તેમના ગોત્ર ઉપરથી જણાતું. મતલબકે બ્રાહ્મણોમાં પોતાની નાતના મહત્વ રતાં ગોત્રનું મહત્વ છેકાળે વધારે હતું. અને આજે પણ નાત કરતાં ગેત્રનું મહત્વ વધુ છે. બ્રાહ્મણને દરરોજ સંધ્યા સમયે પિતાને વેદ, શાખા, નેત્ર, પ્રવર એ યાદ કરી પિતાના નામથી નીત્યકર્મની શરૂઆત કરે છે. અને તેથી પિતે નાતેમાં વહેંચાઈ ગયા છતાં પિતાના ગોત્રને ભૂલ્યા નથી. તે જાતને પણ ભૂલ્યા નથી. આ મુદાના પુરાવા વલભીપુરના રાજાઓએ બ્રાહ્મણોને દાન આપ્યાના તામ્રપત્ર તથા શિલાલેખ જોવાથી માલમ પડે છે. તેમનું ઓળખાણ તેમની નાત ઉપરથી નહીં પણ તેમના ગોત્ર ઉપરથી આપ્યું છે. “છેલ્લામાં છેલ્લામાં સંવત્ ૯૬ ના માગશર સુદ ૧૧ને મંગળવારે ચાલુક્ય (સોલંકી) વંશના મહારાજાધિરાજ તુ મન મહારાજાએ મધ્ય દેશથી આવેલા સકળવેદશાસ્ત્રાર્થ જાણનાર માંગ્ય ગોત્રમાં ઉત્પન્ન થયેલા પંચકવરવાળા વિપ્ર રૂદ્રાદિત્ય - સુત પંડિત મહીધરને વડોદપટ્ટનું “ધમડાછા” ગામ જલદાન પુર્વક અર્પણ કર્યું છે.” તેની ચતુર્સિમા વગેરે લખાણવાળા તામ્રપત્રમાંથી આ જોઈને ઉતારે કર્યો છે. આ ઉપરથી જણાશે કે વિ. સં. અગીઆરમા સૈકાની શરૂઆત સુધી તે બ્રાહ્મણની નાતને ઉપયોગ વ્યવહારમાં થતું ન હેતે પણ ગોત્રને જ થતો હતે. મતલબ કે તે સમયમાં નાતની પ્રથા બાલ્યાવસ્થામાં હતી, ને ગોત્રની પ્રથા ઘણુ જૂના વખતથી ચાલતી આવતી હતી. તેથી નાત કરતાં જાત્રનું મહત્વ વધારે મનાયું છે. ફક્ત ગુજરાત પ્રાંતમાંજ બ્રાહ્મણ જાતિ આટલી સંખ્યાબંધ નાતેમાં વહેંચાઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં ગુજરાત કરતાં બ્રાહ્મણની સંખ્યા વધુ હોવા છતાં ત્યાં દેશ કેકણસ્થ, કરાડા અને સારસ્વત આવી ચાર નાતેજ છે. ઉત્તર હિંદમાં ગૌડ સારસ્વત, અને સરવરીઆ (સપરિ) એ ત્રણ નાતેમાં બધા સમાઈ જાય છે. આ રીતે નાતેની સંખ્યા ઓછી છે પરંતુ “લગ્ન સંબંધ બાંધવાને તે અમુક સ્થાજ એક બીજા સાથે વ્યવહાર કરતા હશે. ગુજરાતના, બ્રાહ્મણોમાં વધારે વસ્તીષાની જાતને જ એ હાનિકારક વસ્તુ નથી, એટલું જ નહીં પરંતુ અંદર અંદર એકબીજાને શ્રેયસ્કર છે. પરંતુ તેના વિભાગે, થા, તડાં વિગેરે કી ટૂંકી વસ્તીના થઈ પડયાથી દુઃખકારક છે. આ માટે સમજી આગેવાને ચિંતાગ્રસ્ત છે છતાં આ બાબત તેમની સત્તા અને કક્ષાની બહાર છે તેથી લાચાર બની સારો સમય અને લાગ મળે તેની રાહ જોઈ રહ્યા છે.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy