SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) મુક્યાં. આ કાર્યમાં આ બેઉની અસાધારણ કાર્યશક્તિ હતી તે વિના આવું પરિવર્તન : અને હિંદુઓનું એકત્ર સંગઠ્ઠન બની શક્તા નહીં. આ સંપ્રદાયે જેવાકે શેવ, શક્તિ, વૈષ્ણવ, જૈન, રામાનુજ, લિંગાયત, વિગેરે છે. જૈન સંપ્રદાય વસ્તીમાં, ધાર્મિક પ્રવૃતિમાં, ધનવૈભવમાં, આગળ પડતું છે. તે ધર્મના સમકાલિન બૌદ્ધધર્મના નિયામકેએ આ ધર્મ પરિવર્તન સમયને અનુસરતો સુધારો કર્યો નહીં તેથી લગભગ પંદરસે વર્ષ સુધી જે ધર્મ સંપ્રદાયે આત્મિક કલ્યાણના માર્ગને પ્રજાને લાભ આપે તે ધર્મને પિતાનું વતન છોડીને દેશવટે લેવો પડે. જૈન ધર્મ સંપ્રદાયી અત્યારે બીજા સંપ્રદાયીઓ સાથે હળીમળીને આ દેશમાં સારી રીતે વિચારે છે. તે આઠમ નવમા સૈકાના જૈન ધર્મના નિયામકની બુદ્ધિ અને ધર્મ ઉપરની તેમની ધગશને આભારી છે. વળી જન ધર્મના નિયામક ત્યાગી અને તપસ્વી છે, ગૃહસ્થી શ્રાવકને પણ દેવદ્રવ્યની કેઈપણ રીતે ઉપયોગ કરવાની મનાઈ છે. આથી દેવને અર્પણ કરેલી વસ્તુઓને યથાસ્થિત દેવકાર્યમાં જ ઉપયોગ થઈ શકે છે. - શ્રીમાન શંકરાચાર્યે સ્થાપેલા હિંદુ ધર્મમાં જે લોકો પાછા આવ્યા તેઓ વેદ સમયની ચાર વર્ણમાં દાખલ થવા લાયક ન હોવાથી તેઓને માટે બીજી સત્તર જાતે (નાત નહીં) બાંધી. તે બંધારણ વેદ વખતની વર્ણ ઉપર ખ્યાલ રાખી તેમના વંશજો, તેમની રહેણી કરણી, આચાર વિચાર, શારીરિક અને માનસિક દુરસ્તી અને તેજ (પ્રભાવ) વિગેરે ઉપરથી તેમની જાતે નકકી કરી. દાખલા તરિકે ક્ષત્રિય વર્ણના દ્રિક બૌદ્ધ ધમી થવાથી તેમણે વૈશ્ય સાથે ભેજન તેમજ લગ્ન સંબંધને વ્યવહાર ચાલુ કર્યો હોય તેમનું શૂરાત અને તેજ (પ્રભાવ જોઈને તેમને રજપૂત જાતમાં દાખલ કર્યા. આથી તે લેકે પણ પોતાની ગઈ ગુજરી ભૂલી જઈ પિતાની અસલ ટ્રિક વર્ણ મળી જાણી નેષ પામી હિંદુ ધર્મના દેવના ભકત બન્યા. આવી રીતે ચાર વર્ણને બદલે ચોદસે વર્ષે અઢાર વર્ણ થઈ. હાલ તે એ અઢાર વણેના ભાગ પડી તે ભાગમાંથી પણ ભાગ પડી ને તેમાં પણ તડ પડી તે તડમાં પણ શાખાઓ થઈ અસંખ્ય ના બની છે. આ નાતેને ઈતિહાસ જાણવાનું સાધન માત્ર તે સમયનાં સ્મૃતિઓ, પુરાણે, આખ્યાને ઇત્યાદિ શાસ્ત્રો છે. તે જિજ્ઞાસુ શોધ ખેળ કરી મેળવી શકે છે. આપણને તે રોરશા નીમા વજિક મહાગન જ્ઞાતિના જૂના ઇતિહાસ જાણવાની જિક્ષાસા છે. તે જિજ્ઞાસા પૂરી કરવા માટે હાલની નાતના ઇતિહાસ સાથે જોડાય તે આયણી ઈચ્છા કંઈક અંશે પૂરી પડે એવા આશયથી આ પછીના પ્રકરણમાં “હાલની જ્ઞા” વિષે વિવેચન કર્યું છે.. તી. ગુમ મા.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy