SearchBrowseAboutContactDonate
Page Preview
Page 345
Loading...
Download File
Download File
Page Text
________________ , ૨૮૨ આ ઠરાવને વધુ ટેકે આપતાં રા.રા. વાડીલાલ મનસુખરામ પારેખે જણાવ્યું કે સર્વ શક્તિને સમુહ એ એક લ્હાના એટમ બોમ્બમાં જ્યારે કરી શકીએ છીએ ત્યારે આપણને સહેજે આપણું યુવક વર્ગની શકતીને સમુહ એ કેવું કામ કરી શકે તેને ખ્યાલ આવે છે. આપણું વૃધ્ધ અને મોટેરાઓ આ શક્તિને ઉપયોગ કરે તે મને ખાત્રી છે કે તેઓ એટમ બોમ્બ જેટલી શક્તિ મેળવી શકશે. આપણી જે ખરી પુંજી છે તે આપને યુવાન વર્ગ છે. તેને સંગઠીત કરી કેળવીશું તે મહેદી પ્રગતી સાધી શકીશું. મેટેરાઓ પાસે પૈસા છે કે જેનાવિના યુવકો આગળ પગલું ભરવાને સાધારણ રીતે અશક્ત હોય છે. મોટેરાઓએ તે સમજીને એ વર્ગને અનુભવરૂપી દોરવણી તેમજ પૈસાથી ઉતેજન આપવું જોઈએ. માત્ર પૈસાને જાળવી રાખે તે જળવાવાના નથી. યુવક પાસે તે પૈસા તમારે જળવાવવા હોય તે તમે તેમને જરૂર આપનાવી લેશે. આવી રીતે વિવેચન થયા બાદ દરેક પંચને યુવક મંડળે સ્થાપવા ભલામણ કરી ઠરાવ સર્વાનુમતે પસાર થયે હતા. તે પછી પલ્લાને રિવાજ એકસરખા હોવા જોઈએ તે બાબત રજુ કરતાં રા.રા. વાડીલાલ પારેખે જણાવ્યું કે કાર્યવાહી કમિટીમાં જે સેના સંબધી ભલામણ કરવામાં આવી છે, તે સોનું અથવા સેનાના દાગીના એમ સમજવું. વધુ વિવેચન કરતાં તેઓએ જણાવ્યું કે આ ઠરાવ આપણી દીકરીઓના ભાવીના રક્ષણને છે. એટલે દરેકે આ બાબત પર પુરેપુરો વિચાર કરવો ઘટે છે. તેની સાથે સાધારણ સ્થિતિના માણસની શકિતને પણ વિચાર કરવાનું રહે છે. અને તે બધુ લક્ષમાં લેતા મને લાગે છે કે લુણાવાડામાં પલ્લું જે રૂપીઆ પંદરસેનું રેકડાનું છે તે પ્રમાણે પણ જે રાખવામાં આવે તો તેમાં સર્વે બાબતેનો સમાવેશ થઈ જાઅ છે તેમ લાગ્યા વગર નહિ રહે. રોકડાનો એકસરખા રિવાજ હોય તે જ્યારે એક એકમવાળા બીજા એકમમાં દીકરી આપે ત્યારે જરૂર સરળતા રહે. હેનને પણ બે અક્ષર કહેવાની જરૂર છે. તે એ છે કે આ સ્ત્રીધન છે, અને તે ભાવિની મુશ્કેલીઓનો સામનો કરવા માટેની જ રકમ છે. તેને ગમે તેમ વેડફી નાખવામાં આવે તે તેમને માટે વ્યાજબી નથી. માટે આ સ્ત્રીધનને ઘણી કાળજીથી સાચવી રાખવું જોઈએ એટલું જ નહિ પણ તેમાં દિન પર દિન તેની આવકમાંથી વધારો કરતા જવું જોઈએ જાત્રાએ જવામાં અને તેવાં બીજા કામમાં આ પૈસાને હાથ ન જ લગાડે જોઇએ કારણ કે આ તે (Emergency Exit) યાને નાઠાબારી છે. ડોકટર માણેકલાલભાઈએ જણાવ્યું કે આ જે ઠરાવ મુકે છે તે સ્ત્રીઓના જીવન મરણને પ્રશ્ન છે. એટલે જુદા જુદા એકમોના અભિપ્રાય લઈ તેમજ કાયદેસર આ બાબતમાં શું કરવું સલાહ ભરેલું છે તે માટે ધારાશાસ્ત્રીઓની સલાહ લેઈ ઠરાવ કરવો જરૂરી છે. માટે ઉતાવળે ઠરાવ પસાર નહિ કરતાં આ ઠરાવ માટે એક સિલેકટ કમિટી નિમવી જોઈએ. જેઓ આવતા અધિવેશનમાં આ ઠરાવ, પ્રમુખશ્રીની સંમતિ મેળવી, પાસ કરાવા રજુ કરે. આ દરખાસ્તને ગાંધી રમણલાલ છગનલાલ તથા દેસી કસ્તુરલાલ નગીનદાસે ટેકો આપતાં દરખાસ્ત પસાર થઈ હતી. અને ઠરાવ આવતા સંમેલન ઉપર મુલતવી રહ્યો હતો.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy