SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૩ ત્યાર બાદ બેઠક ચા પાણી માટે અડધો કલાક મુલતવી રહી હતી. બેઠક ફરી મળતાં ર. ભીખુભાઈ છોટાલાલ મહેતાએ એક બુલેટિન કાઢવા તથા આપણી જ્ઞાતિનો ઇતિહાસ તૈયાર કરવા બાબતને ઠરાવ રજુ કર્યો હતો. ભાઈ હિંમતલાલ જીવાભાઈ તથા ભાઈ મણિલાલ ભણસાળીએ ટેકો આપતાં આ ઠરાવ સર્વાનુમતે પસાર થયા હતા. અને તેની કમીટી નીમવા માટે પ્રમુખશ્રીને સત્તા આપી હતી. બાદ ભાઈ મણિલાલ ભણસાલીએ લેન સ્કીમની બાબત પાછી હાથ ધરતાં જણાવ્યું, કે ગયા સંમેલનમાં ઠરાવ પહેલે સર્વાનુમતે પસાર થએલે છે. ત્યાર બાદ ઘણી ચર્ચાઓ થઈ છે. પરંતુ કેઇપણ જાતની સ્કીમ તૈયાર થઈ નથી. ઘણા ભાઈઓની આ બાબત ઉપર સુચનાઓ પણ આવી છે, તેમાં મુખ્ય સુર એ છે કે આપણી જ્ઞાતિમાં કોઈ નિરક્ષર ન રહેવું જોઈએ. કેગ્રેસની પણ આજ યેજના છે. દરેકે કેટલી કેળવણી ફરજીઆત લેવી જોઈએ, તે નક્કી કરવું જોઇએ. આ માટે આગળ પગલું ભરવા એક ફંડ ભેગું કરવું જરૂરી છે. દરેકે તેમાં પોતાની શક્તિ મુજબ પૈસા આપવા જોઈએ. - આ સ્કીમમાં કંઈ દાન આપવાનું કે દાન લેવાનું નથી, પરંતુ આપણી થાપણ હંમેશને માટે જમે મુકવાની છે અને ભણવા માટે જરૂર પડે ત્યારે પૈસા ઉછીના લેવાના છે જે આપણે દેકડે દેકડો પાછે વાળવાને છે. અને પાછો વાળવો તે દરેકની ફરજ છે તેમ દરેકે સમજવાનું છે આ ફંડમાંથી ધાર્મિક, પ્રાથમિક અને સેકેન્ડરી વિગેરે શિક્ષણ માટે ગ્રાન્ટ અને સ્કોલરશિપ, તેમજ મેટિક પછીના હાયર એજ્યુકેશન માટે લોન આપવાની યોજનાનો સમાવેશ કરવામાં આવશે. આ માટે આપણે રૂપીઆ બે લાખ જેટલી ભેટી રકમ ભેગી કરીએ તે જ આપણે ધારેલી નેમ પાર પાડી શકીએ, આ ઇચ્છાએ અને ધારણાથી આપની સમક્ષ હું નીચેને ઠરાવ રજુ કરું છું. આ સંમેલન હાયર એજ્યુકેશન માટે લોન, તેમજ ધાર્મિક અને સેકેન્ડરી એજ્યુકેન માટે મદદગાર થઈ પડે તે માટે જરૂરી ફંડ ભેગું કરવા એક વગવાળી કમિટી નીમવા પ્રમુખશ્રીને સત્તા આપે છે. અને કમિટી જોઈતી વિગતે મેળવી તેમજ ફડ એકઠું કરવા માટે દરેક પ્રયત્ન કરી, આખી રકમ પ્રમુખ સાહેબ પાસે ટુંક સમયમાં રજુ કરે તેવી ભલામણ કરે છે. પ્રમુખશ્રીને આ યોજના ટુંક સમયમાં અમલમાં લાવવા પ્રયત્ન કરવા પડે તે કરવા સત્તા આપે છે અને બનતી ત્વરાએ સ્કીમને હસ્તીમાં લાવવા આગ્રહ જે કાંઈ કરે છે.” આ ઠરાવના સમર્થનમાં બોલતાં ભાઈ વાડીલાલ પારેખે જણાવ્યું કે, આ એક આપણે આપણા દીકરા દીકરીઓને ભણાવવાની શરાફી પેઢી ઉભી કરીએ છીએ. જેને ભણવા માટે મદદની જરૂર હોય તેને આ પેઢી સાથ આપશે. કેને કયે વખતે કેવી અને કેટલી જરૂર પડશે તે ભાવિની વાત છે. માટે આજે જેને કુદરતે આપ્યું છે તે દરેક પિતાને યથાશકિત ફાળો આમાં આપે તેજ ઈચ્છવાજોગ છે. કાલ કોને દીઠી છે? સર્વે ભાઈઓને ટેકો હશે તે આ એક મુશ્કેલ દેખાતી બાબત તદ્દન સહેલી થઈ જશે. - ત્યારબાદ ડોકટર રમણલાલ વાડીલાલ કપડવંજવાલાએ ઠરાવને ટેકે આપતાં જણાવ્યું કે, ઠરાવ બાદ દોઢ દેઢ વરસના વહાણાં વહીં ગયાં. આ સંમેલનની બેઠક પણ પૂરી થવા આવી છતાં હજુ આપણે એક પણ ડગલું આગળ વધી શકયા નથી. મારે સર્વે ભાઈઓને આગ્રહ છે કે આ બેઠકની પૂર્ણાહુતી થાય તે પહેલાં આ પેજનાને મૂર્તિમંત સ્વરૂપ આપવું જોઈએ. કોઈ એક વિરલે ડોનેશન (સખાવંત) જાહેર કરે તો મારું માનવું છે કે આને વેગ મળતાં વાર લાગશે નહિ. ઇન્કમટેક્ષ અને સુપરટેલ જેવા ટેક્ષ વગર આનાકાનીએ ભરે છે તે પછી આવા કેળવણીના કામમાં પૈસા આપતાં અચકાવું તે નાજ જોઈએ.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy