SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ઠરાવ પાંચમે : રડવા કુટવાના રીવાજોને નાબુદ કરવા બાબતને ઠરાવ અ.સૌ. બેન મેનાબેન વાડીલાલ પારેખે રજુ કરતાં જણાવ્યું હતું કે આ રીવાજ તદન નાબુદ કરજ દએ. આ રીવાજ નિંદનીય છે, તેમજ આર્તધ્યાન કરાવનાર છે. કુદરતી રીતે દરેક માણસને પિતાનું સબંધી ગુમાવતાં રડવું જરૂર આવે એને માટે કંઈ વધે હોય નહી. પણ જેઓ રડવા સાથે રડવા લાગે છે અને કુટવા સાથે કુટવા લાગે છે તે રીવાજ સામે જરૂર વધે છે. આપણે ખરી રીતે મરનારના સંબંધીને સંસારની અસારતા અને જૈન ધર્મની શૈલીએ કર્મની ઘટનાઓ રજુ કરી શાંતવન આપવું જોઈએ. નહી કે રડવા અને કુટવાને પ્રોત્સાહન આપવું જોઈએ. આસ્તે આસ્તે રડવા કુટવાને એક રીવાજજ બંધાઈ ગયો છે. એટલે જે કઈ રવા અગર કુટવા ના લાગે તેનુ વહેવારમાં ખાટું દેખાય અને સમાજ તેની નીંદા કરવામાં પડે; પરંતુ આવા રીવાજ મંડળની મારફતે તિલાંજલી આપવી જોઈએ. પાંચે ગામના ભાઈ બહેને એકમત થઈ નીર્ણય કરે તે પછી વહેવારમાં ખોટું લાગવા પણ કે તેમની નિંદા થવા પણ રહે નહી અને દરેક હીમતથી તે રીવાજને સામને કરી શકે અને નિંદા કરતાં બંધ થઈ જાય. આ માટે મારી આપ સૌ ભાઈઓ અને બહેને આ રીવાજને તિલાંજલી આપવાને ઠરાવ કરવા ભલામણ છે. ઉપરોક્ત ઠરાવને સૌ. લલિતાબેન મણીલાલ ભણશાળીએ ત્યા સૌ. પરસનબેન સંકરલાલ ભુરાભાઈએ ટેકો આ હ. વધુમાં કુ. હસુમતીબહેન માણેકલાલ ડોકટરે જણાવ્યું હતું કે, પ્રભુ મહાવીરના અનુયાયીઓ હોય તેઓ રડવા કુટવાના અને આક્રંદ કરવાના રીવાજમાં બીલકુલ માને નહી. આ રીવાજથી આશ્વાસન તે નથી જ મલતુ પરંતુ ઉલટું કુટુંબની તંદુરસ્તીને ભારે હાની પહોંચાડે છે. આ રીવાજને જંગલી રીવાજ કહેતાં તેને દુર કરવાને હું સર્વને આગ્રહ કરૂ છું. આ બાબત વધુ વિવેચન થયા બાદ એમ ઠરાવવામાં આવ્યું કે આ રિવાજને કેઈએ પ્રોત્સાહન તે આપવું જ નહિ અને વધારામાં “કોઈપણ મરણ પાછળ લોકત કરવાની મુદત માત્ર પંદર દિવસની ઠરાવવામાં આવે છે.” તે પ્રમાણે સૌ. બહેન મેનાબહેનના મુળ ઠરાવમાં સુધારે દાખલ કરી ઠરાવ સર્વાનુમતે પસાર થયું હતું. ઠરાવ છો :-રા. રા. ભાઈ શનીભાઈ માસ્તરે દરેક ગામે યુવક મંડળો સ્થાપી સંમેલન પ્રસંગે તેઓ ઉત્સાહપૂર્વક ભાગ લે તેમજ સંયુક્ત કાર્યક્રમો ગોઠવી શકે તે માટે યુવક મંડળો સ્થાપવાને હરાવ રજુ કર્યો હતે. ઠરાવને સમર્થન કરતાં તેઓ એ જણાવ્યું કે યુવક અને યુવક મંડળમાં મને રસ છે. છેલા પંદર વરસથી હુ એ કાર્ય કરી રહ્યો છું. યુવકની શકિત ઉભરાઈ ચાલી જાય છે, એટલી તે જોરદાર છે. તેને સદ્વ્યય થાય, તેમની શક્તિ સંગઠિન થાય, તો તેઓ ઘણાં કામ કરી શકે અને જ્ઞાતીને તેને લાભ મળી શકે. મોં મહારા અનુભવમાં એવા શકિતશાળી યુવક જોયા છે કે જે કદી પાછી પાની કરેજ નહિ. વહેવારીક, શારીરીક અને ધાર્મિક કેળવણી આપવામાં સહાયભુત થવાને આ એક જ ઉપાય અને તે માત્ર મંડળે જ છે. ડોક્ટર કાંતીલાલ માણેકલાલે ટેકો આપતાં જણાવ્યું કે આજનો યુવક એ સમાજને સ્તંભ છે. તેનું સંગઠન તેજ સમાજ અને દેશને ઉધાર છે. તેઓ સંગઠિત હશે તે સંમેલનમાં સંગઠીત રીતે પિતાના વિચારે રજુ કરી શકશે. પિતાનું પ્રતિનિધિત્વ દીપાવશે. કેટલાક એવો ભય રાખે છે કે આવા મંડળે સંમેલનને તોડી પાડશે. એવો ભય નકામો છે. તેઓ આપણને તેઓની સંગઠીત સેવા આપી શકશે.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy