SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ २८८ ત્રીજો દીવસ ૩૦–૧૨-૪૫. બપોરના એક વાગે સ ંમેલનની બેઠક શરૂ થઈ અને એક પછી એક ઠરાવા હાથમાં લેવામાં આવ્યા. ઠરાવ પહેલા –રા. રા. સામાભાઇ પુનમચંદ વકીલે એ જુદા જુદા ઠરાવા એકી સાથે રજી કર્યા હતા. (૧) સંમેલન પ્રસ ંગે નીધા લખાવવા બાબત. (૨) સંમેલન પ્રસ ંગે વ્યાયામ હરીફાઇ બાબત. નિબંધ હરીફાઇના સમર્થ્યનમાં ખેાલતાં રા. રા. સામાભાઇએ જણાવ્યું કે વીદ્યાર્થી એ ઘણું વાંચે છે પરંતુ તેમને પચાવવાના સમય મલતા નથી. તેથી કરીને જો આપણે તેમને સ્પર્ધામાં ઉતરવા માટે નિબંધ લખવાનુ સોપીશુ તે વિદ્યાર્થી એએ વિચારવું પડશે. દાખલા તરીકે પ્રમુખશ્રી પોતે “જ્ઞાતીની સુધારણા” માટેના નિબંધ લખવાનું પસદ કરે અને તેવા નિબંધો વિદ્યાર્થી એ પાસે માગે તે જ્ઞાતીને ઉંચે લાવવા માટે કઈ કઈ યોજના ધડવી તે બાબતના જુદા જુદા વિચારે વિદ્યાર્થીએ તરથી આપણને સ્હેજે સાંપડશે. તેમજ વિધાથી એ જાતે વીચારવંત બની જ્ઞાતીની સુધારણા બાબતના વિચાર કરતા થશે. આજ વિધાર્થી એ આપણી જ્ઞાતીના ભાવીના સંચાલકે છે. છેવટે આવા બધા નિબંધોનું તાત્પર્યં કહાડી કેળવણી કમિટી સ ંમેલન સમક્ષ રજુ કરે. આપણે જાણીએ છીએ કે આપણામાં ત્રણ પ્રકારના વિચાર વર્ગ છે. એક વૃધ્ધોનો કે જેમને ચાલુ જમાનાના સ્પર્શ પણ થયા નથી, બીજો વર્ગ સમેલનની જવાબદારી લેનારા કે જે ઉમરે પુખ્ત હેાવા છતાં જમાના સાથે આગળ વધવા માગે છે અને ત્રીજો વર્ગ તે યુવાનોને છે. આ યુવાનો પાસે નિબંધો લખાવી તેમના વિચારો કઈ દીશા તરફ ધસડાઈ રહ્યા છે તેનો ખ્યાલ સમેલનની જવાબદારી ઉપાડનારાઓને મળે તો તેને યોગ્ય દોરવણી આપવાની તેમને તક મલે, એટલે કે યુવાનેની માનસીક સ્થિતીને પુરા ખ્યાલ સમેલનના સંચાલકોને આપોઆપ મળે આવી રીતે નિબંધની હરીફાઇ ગોઠવવાના મૂળભુત સીધ્ધાંત હું રજુ કરૂં છું. વ્યાયામ હરીફાઇને લગતા ઠરાવ સબંધમાં તેમણે જણાવ્યું કે હાલના જમાનામાં પહેલાંની આપોઆપ મળતી કસરત, જેવી કે રમત ગમતા, ગેડીદડા, ગીલીડા, વીગેરે અનેક જાતની રમતો છોકરીઓમાટે દળવાની, પાણી ભરવાની, વીગેરે અનેક જાતની કસરતે આ બધુ અદ્રશ્ય થઈ ગયું છે. શારીરીક સ્થિતી કથળતી જાય છે. એટલા માટે શારીરીક શ્રમને ઉતેજન આપવુ જોઇએ. અને તેમ કરવાથી મનના ગુણો, મનની મજબુતાઈ, નીર્ભયતા, નીડરતા વીગેરે શકિત કેળવાશે અને વધશે. હરીફાઇ ગોઠવવામાં આવે તો તે તરફ યુવાનેાનું લક્ષ જરૂર દોરવાય અને પ્રતિક્રમણ અને પુજામાં જેમ . પ્રભાવનાએ થાય છે તેમ આ વ્યાયામ હરીફાઇને પણ ઈનામરૂપી પ્રભાવના કરી ઉતેજન આપવામાં આવે, તે જરૂર તેનાં ફળ સારાં આવે.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy