________________
२८७
રાતની બેઠક તા. ૨૯-૧૨-૪૫
બરાબર રાતના સાડાસાત વાગે નિયુક્ત કરેલા ટાઇમે બેઠકની શરૂઆત થઇ હતી અને બંધારણની એક પછી એક કલમા હાથ ધરવામાં આવી હતી.
સંમેલનના કાર્મ સંબંધી ચર્ચા કરતાં ભાઇ નગીનદાસ વકીલે જણાવ્યું કે કેટલાકેાનું એવુ માનવું છે કે કેારમની બાબતમાં મેટા એકમેવાળાઓને વધુ તક આપવામાં આવી છે. પરંતુ એક વાત ખાસ ધ્યાનમાં લેવાની છે કે, નાના એકમેાનુ હિત જોતાં એવી સ્થિતિ પેદા ન થવી જોઇએ કે બહુમતિનું કામ નાના એકમા અટકાવી શકે. માત્ર એટલા પ્રશ્ન રહે છે કે સ ંમેલન કારમના અભાવે મુલત્વી રહે તે પછી કયારે ભરવું તે નક્કી કરવું જોઇએ.
આ પ્રશ્ન ઉપર પ્રમુખશ્રીએ સુચવ્યું કે દરેક એકમ ઉપર તારથી ખબર આપી બરાબર ૪૮ કલાક પછી મુલત્વી રહેલુ સ ંમેલન, જે પ્રતિનિધિએ આવેલા હાય તે પ્રતિનિધિ, વગર કારમે ભરી શકે.
આના ઉપર સુધારેા રજુ કરતાં ભાઇશ્રી રા. ચીમનલાલ ડાહ્યાભાઇએ ૪૮ કલાકના બદલે બે દીવસ રાખવા એમ સુચના કરી હતી, આથી એ પુરા દીવસ બાદ સંમેલન મળશે તેમાં કારમની જરૂર રહેશે નહિ” એમ ઠરાવી તે કલમ પાસ કરી હતી.
:
ત્યારબાદ વધુ કલમે એક પછી એક હાથ ધરતાં થેાડા બ્રા સુધારા વધારા સાથે પાસ કરવામાં આવી હતી.
મંડળના વાર્ષિક ચાલુ ખરચતે પહેાંચી વળવા રા. વાડીલાલ મનસુખરામ પારેખે જણાવ્યું કે દરેક એકમે કેને કાઈ ફાળા આપવા જોઇએ અને તેને માટે કાÖવાહિ કમીટીમાં દરેક એકમે પેાતાની વસ્તીના પ્રમાણમાં દર માણસે અંદાજે ચાર આના અથવા તેથી વધુની ગણત્રીએ જેટલી રકમ થાય તેટલી એછામાં ઓછી મેાકલવી જોઇએ તેમ ઠરાવ્યું હતું. આ પ્રમાણે જણાવતાં દરેક પ્રતિનિધિએ એ તેના સ્વીકાર કર્યાં હતા.
આવી રીતે બધારણની એકેએક કલમ પસાર થતાં રૃા. નગીનભાઈ વકીલે આખુ` બંધારણુ સુધારા વધારા સાથે વાંચી જઇ મંજુર કરવાની દરખાસ્ત મુકી હતી અને તેને બધા પ્રતિનિધિઓએ મ ંજુરી આપવાથી તે મંજુર થયાનું જાહેર કર્યું હતું.
તુરતજ રા. નગીનભાઈ દલસુખભાઇએ આ બંધારણ ઘડનાર કમીટીને અને તેમાં ખાસ મહેનત લઇ તૈયાર કરનાર ભાઈ નગીનભાઇ વકીલ, ભાઈ અજીતભાઈ મણીભાઈ તથા લુણાવાડાવાળા ભાઇ શાન્તિભાઈ વકીલના આભાર માનવા દરખાસ્ત રજુ કરી હતી જેને ગાધરાવાળા રા. ગાંધી રમણલાલ છગનલાલે ટેકે। આપ્યા હતા, આ પછી તુરતજ રાતના દસ વાગેલા હેાવાથી આ બેઠક બરખાસ્ત જાહેર કરવામાં આવી હતી અને આવતી કાલની બેઢક બરેાબર બારના એક વાગે શરૂ થશે એમ જાહેર કરવામાં આવ્યું હતું.