SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ છેવટે પ્રમુખશ્રીએ પ્રતિનિધીની સંખ્યા સંબંધમાં દરેક એકમના ટેકાની સુચના કરતાં કપડવંજ તરફથી રા. કસ્તુરભાઈ દોશીએ, મહુધા ચુણેલ-કાનમ અને સુરત તરફથી રા. મણીલાલ ભણસાળીએ, ગોધરા તરફથી રા. છોટાલાલભાઈએ, લુણાવાડા-વીરપુર તરફથી રા. શાન્તિલાલ વકીલે ને વેજલપુર તરફથી રા. મણીલાલ મહાસુખભાઈએ ટેકો આપ્યો હતો. આ પછીની કલમે એક પછી એક કાર્યવાહી કમિટીની ભલામણ મુજબ થોડા શબ્દોની ફેરફારી સાથે પસાર થઈ હતી. પ્રમુખની ચૂંટણી બાબતની કલમ હાથ ધરતાં રા. નગીનભાઈ વકીલે જણાવ્યું કે જે ગામે સંમેલન ભરાવાનું હોય ત્યાંના સ્થાનિક પ્રમુખ લેવા જોઈએ તેવું કશું નથી પરંતુ પ્રમુખ વિસા નીમા જૈન જ્ઞાતિના હોવા જોઈએ. પ્રમુખ નિમવાની સત્તા અધિવેશન બોલાવનાર એકમની છે પરંતુ પ્રમુખ સ્થાનિક ચુંટવા કે બહારના ચુંટવા તેનું સ્પષ્ટિકરણ ખરડાની કલમમાં કરવામાં આવેલું નથી તે નકકી કરવું જોઇએ. આથી ડોકટર ભાઈ માણેકલાલ નરસીદાસે પ્રમુખની ચૂંટણીની કલમ સંબંધમાં જણાવ્યું કે સ્વભાવીક રીતે સ્વાગત પ્રમુખ તે ગામના હોયજ, એટલે અધિવેશનના પ્રમુખ જે સ્થાનિક હોય તે તે બરાબર થશે નહિ. રીવાજ એવો છે કે જે પ્રાન્તમાં કેગ્રેસ ભરવાની હોય તે પ્રાન્તનાં નહિ પણ બહારના પ્રમુખ હોય છે. એટલે બહારના પ્રમુખ ચૂંટવા એજ સાધારણ રહે છે. આપણી બાબતમાં એવું છે કે આપણે પ્રતિનિધિઓની ચૂંટણી કરતા નથી. પરંતુ દરેક એકમ પસંદ કરીને મોકલે છે. જ્યારે દરેક એકમ પિતાના પંચે તરફથી પ્રતિનિધિઓ મોકલે છે અને પાંચે ગામના પંચના, જેને આપણે સરનશીન માન્યા છે, તેજ પ્રમુખ તરીકે આવે તે વધારે ઇચ્છવા જોગ છે. જ્યારે આપણે પ્રતિનિધિઓની ચુંટણીનું તત્વ ખલ કરીશું ત્યારે આપણે પ્રમુખની ચુંટણી કરવાનું પણ દાખલ કરીશું. ત્યાં સુધી આપણું સરનશીન શેઠ બાબુભાઈ મણીભાઈને પ્રમુખ તરીકે રાખીશું. માટે પ્રમુખની ચુંટણી અત્યારે કરવાની હેય નહિ. આપણે પગેનેજ અને તેમની મારફતેજ બધું કરવાનું રાખીશું તેજ ઠીક પડશે. અમારા ગોધરાના યુવાનોએ મરણ પાછળનાં જમણે બંધ કરાવવા ખુબજ મહેનત કરેલી પણ તેમાં ફત્તેહ મળેલી નહિ, પણ જ્યારે આપણા મંડળના સંમેલનમાં એવો ઠરાવ થયો ત્યારે દરેક પંચોએ તેને વધાવી લીધું અને તેને અમલ થયો. એટલે હાલ તુરત આપણે પંચ અને બધા પંચના સરનશીન કાયમ રાખીએ તે બરાબર છે. માટે ચુંટણીની કલમ રદ કરવા મારી વિનંતિ છે. આથી આના ખુલાસામાં રા. નગીનદાસ દલસુખભાઈએ જણાવ્યું કે, ચૂંટણીની કલમ બંધારણમાં મજુદ રાખવી જોઈએ. પરંતુ જેમ ડે. માણેકલાલભાઈએ કહ્યું તેમ પ્રતિનિધિઓની ચુંટણીની પ્રથા દાખલ થએ પ્રમુખની ચુંટણી દાખલ કરીશું. ત્યાં સુધી શેઠ બાબુભાઈ આપણા પ્રમુખ તરીકે કાયમ રહે તે બરાબર છે. આટલા વિવેચન પછી સંમેલને ડે. માણેકલાલભાઈની સુચનાને વધાવી લીધી હતી, તેમજ તાળીઓના ગડગડાટ વચ્ચે ચૂંટણીની કલમ મંજુર રાખી હતી. આ પછી થોડી બીજી કલમે થોડા ઘણા સુધારા વધારા સાથે પાસ કરી સાંજના છ વાગ્યા હોવાથી, દીવસની બેઠક બરખાસ્ત જાહેર કરી અને કામને બેજ વધુ હોવાથી, બેઠક રાતના સાડાસાત વાગે પાછી શરૂ કરવાની જાહેરાત કરી હતી.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy