SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૭ * ત્યારબાદ ભાઈ મણીલાલ ભણસાલીએ અમેરીકા (યુ. સ્ટેટસ) ના બંધારણનો દાખલો આપી જણાવ્યું કે પંચ જેને મોકલે છે તેને નૈતિક જવાબદારી જરૂર આપે છે. પ્રતિનિધિઓએ કરવો પંચને સમજાવવા જોઈએ એટલે પંચ તેને જરૂર અપનાવે. આપણી સંસ્થા એક મહામંડળ જેવી છે. આની અંદર અમુક ઠરેવને એક એકમ નામંજુરી આપે તો તે કાયમ ન થાય, પણ આનું પરિણામ આપણને જોઈતી એકદીલી તે નજ આવે દરેક ઠેકાણે ઠરાવે ભલામણ રૂપે જ થાય છે. હાલમાં ઘાટકોપરમાં ભરાયેલ સ્થાનકવાસી ભાઈઓના સંમેલનને દાખલો ટાંકી, તેઓ પણ તેમજ કરે છે એમ જણાવ્યું હતું એટલે આ કેઈનવી પ્રથા નથી. ત્યારબાદ મંત્રીએ વેજલપુરની સંમતિ બધાની સાથે છે તેમ જણાવ્યું એટલે ત્યાંના ભાઈએ તેમને ત્યાં ભાગ લેવામાં આવે છે તે વાત રજુ કરી અને જણાવ્યું કે તે પૈસા સન્માર્ગે વપરાય છે. આના જવાબમાં ભાઈ વાડીલાલ મનસુખરામે જણાવ્યું કે આને લાગાનું નામ છેટી રીતે આપવામાં આવે છે. આને અર્થ મરણ પાછાળ ધર્માદામાં આપવાની ઓછામાં ઓછી રકમ ઠરાવેલી છે તેમ થાય છે. આ કંઈ જમણવાર નથી. માટે તેને ભલતું નામ નહિ આપતાં જે ભાઇને ઘરે મરણ થાય તેને તેટલી અથવા તેથી વધુ રકમ પિતાની શક્તિ અનુસાર આપવી એમ કરાવવું જોઈએ. આ ખુલાસા બાદ વેજલપુરવાળા ભાઈઓ તેમ કરવા સંમત થતાં ઠરાવ ૧૧. મા સર્વાનુમતે પાસ થયો હતો. ત્યારબાદ જાહેર કરવામાં આવ્યું કે બંધારણના ખરડા ઉપર વિચાર કરવા કાર્યવાહી કમિટી રાતના આઠ વાગે ડે. માણેકલાલ નરસીંહદાસના બંગલે મળશે તે વખતે જે ભાઈઓને કેઈપણ ઠરાવ આપવાના હશે તે બધા સ્વીકારવામાં આવશે અને તે ચર્ચવામાં પણ આવશે. આટલું કહી સાડા પાંચ વાગ્યા હેવાથી પ્રમુખશ્રીના હુશ્નથી ભાઈ મણીલાલ ભણસાલીએ આજની બેઠક બરખાસ્ત જાહેર કરી હતી. કાર્યવાહિ કમિટી. ઠરાવ્યા મુજબ તા. ૨૮-૧૨-૪૫ ની રાતના આઠ વાગે કાર્યવાહી કમિટી મળી હતી. તેમાં કુલે વીસ સભ્યોમાંથી અઢાર હતા. તેમજ બીજા વીસ પ્રેક્ષક ભાઈઓ આવેલા હતા. તેઓને બંધારણ વિગેરેના વિવેચનમાં ભાગ લેવા વિનવતાં તેઓએ પણ તેમાં ભાગ લીધો હતો. અત્રે સ્થળ સંકોચને લીધે બધાં નામ આપવામાં આવ્યાં નથી. ઠરાવ પહેલે – ર્ડો. રમણલાલ સોમાભાઈ દેસી તરફથી આવેલ “વેકેશનમાં તાલીમ વર્ગ ખોલવા તથા તે માટે એક વિદ્યાર્થિ અને વિદ્યાર્થિનીઓનું સંમેલન બોલાવવા તથા તે માટે રૂ. ૨૫" ની રકમની મંજુરી માંગતા ઠરાવ” હાથ ધરવામાં આવ્યો હતો. આ બાબત ઘણું લાંબી ચર્ચા ચાલી હતી પણ કોઈપણ નિર્ણય ઉપર નહિ આવતાં ખુલ્લી બેઠકમાં તે બાબત ચર્ચવાનું ઠરાવી આ ઠરાવની ચર્ચા બંધ કરી હતી. ઠરાવ બીજો:- સૌ. મેનાબહેન વાડીલાલ પારેખ તરફથી આવેલો “રડવા લુટવાના રીવાજને બંધ કરવા બાબતને” ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો, તેને સંમેલનની ખુલ્લી બેઠકમાં રજુ કરવાની ભલામણુ સાથે કમીટીએ અપનાવ્યો હતો.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy