________________
૨૭૬
ઠરાવ પંચને ભલામણરૂપ છે – ઠરાવ ૧૧ મા સંબંધી એવો પ્રશ્ન ઉઠે કે સમેલન જે ઠરાવ પસાર કરે તે દરેક પંચને બંધનકર્તા ખરા કે નહિ? કેટલાક ભાઇઓનું એમ પણ કહેવું થયું કે આ અને આવા ઠરાવો ઠોકી બેસાડવા જોઈએ.
' આના ખુલાસામાં ર. રા. રમણલાલ પાનાચંદ ગેધરાવાળાએ જણાવ્યું કે પંચ જે પ્રતિનિધિઓને મોકલે છે તે પંચની બહાલી લઈને આવતા હોય તે પચે ઠરાવ મંજુર રાખવા જોઈએ.
ભાઈ કસ્તુરભાઈએ વધુ ખુલાસો કરતાં જણાવ્યું કે સંમેલનમાં પંચે જે પ્રતિનિધિઓ મેકલે છે તે પંચની સત્તા ઉપર કાપ મુકવા માટે નહિ તેમાં વળી સંમેલનના ઠરાને હંમેશાં ભલામણ રૂપે જ હોય છે, એટલે મંજુરજ કરવા તેવું કંઈ છે નહિ, છતાં સર્વસામાન્ય ઠરાવો મંજુર થાય તે સારૂ.
આને સમેટતાં પ્રમુખ શ્રી બાબુભાઈએ ખુલાસો કર્યો કે સામાન્યતઃ દરેક પંચએ આવી જાતના કરા મંજુર કરવા જોઈએ, પણ આવા ઠરાવ હમેશાં પરોને ભલામણરૂપે જ કરવામાં આવે છે.
ભાઈ રમણલાલે પ્રશ્ન કર્યો કે મંજુર કરે તે ફરજીઆત છે? પ્રમુખશ્રીએ ખુલાસો કીધે કે વસ્તુતઃ એજ અર્થ નીકળે છે.
આ બાબતમાં ચોખવટ કરવાની જરૂર જણાતાં ભાઈ વાડીલાલ મનસુખરામે જણાવ્યું કે પંચે સંમેલનના ઠરાવની વિરૂધ્ધ જઈ કંઈ કરે તે તેમની જોખમદારી ઘણીજ વધે છે. કારણ કે આ મંડળની અને અધિવેશનેની ભાવના આપણને બધાને એકત્ર કરવાની છે. છતાં એક વાત તદ્દન સ્પષ્ટ સમજવાની જરૂર છે કે આ મંડળ કેઇપણ ગામના કે પંચના ઝઘડાઓમાં ભાગ લેવા તૈયાર નથી. માટે જે પ્રતિનિધિ ભાઈઓને એમ લાગે કે પિતાનું પંચ આ ઠરાવને મંજુરી આપશે નહિ તે તે ભાઈઓએ બહુજ ખુલ્લા શબ્દોમાં, સંમેલનની ખુલ્લી બેઠકમાં જ, તેવા ઠરાવને મંજુરી ના આપવી; આથી કંઈ ખોટું થતું હોય તેમ જરા પણ માનવું નહિ, બલકે આ મંડળની તે ભાઇઓ સેવા કરે છે તેમ સમજવું. આ મંડળ એક્તાની ભાવના ઉપર ઉભું છે. માટે ઝગડે થાય તેવું કંઈ પણ કરવું નહિ. આજે જે નહિ બને તે આવતી કાલે કરીશું અથવા છોડી દઇશું. પણ આપણે આપણી ભાવનાને તે વળગીજ રહીશું. સમિલન તે માર્ગ દર્શન કરશે. અપનાવવું તે આપણું કામ છે.
સમર્થન કરતાં ભાઈ શ્રી નગીનદાસ લસુખભાઈએ જણાવ્યું કે આપણે મંડળ ઉભું કર્યું છે તેનું ધ્યેય એકજ છે અને તે એ કે આપણે ઘણું ઘણું બાબતમાં પાછળ છીએ અને તેમાં આપણે આગળ ધપવું છે, પણ તે કંઈ પાંચે ગામની વસ્તીને જબરજસ્તી કરીને નહિં, માત્ર માર્ગ દર્શન કરવાનું છે. સંમેલન ફોજદારી કાયદો હાથમાં લેવા માંગતું નથી. પણ બધા ગામને એકત્ર કરી, સમજાવીને પ્રગતિ સાધવાની છે. સંમેલનમાં સારા વિચારો રજુ થાય, અને પ્રતિનિધિઓ તેને ઝીલી લે એટલે તે પ્રમાણે બધાએ ચાલવું તે રિવાજ પડી જાય. ન સુધારે હમેશાં ભલામણ રૂપેજ હૈય છે. કોંગ્રેસ પણ આજ રીતે ચાલે છે. જનતા વધાવી લેશે તે હિસાબેજ ભલામણ કરે છે. અને જનતા અપનાવે છે, તેવી જ રીતે આપણું સંમેલન જે ઠરાવની ભલામણ કરે તે આપણે અપનાવી લેવી જોઈએ.