SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ઠરાવ ત્રીજે - ભાઈ વાડીલાલ મનસુખરામ પારેખ તરફથી આવેલે “પાંચે ગામના લગ્ન પ્રસંગેના પલ્લાના રીવાજો સરખા કરવા ભલામણ બાબતને” ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો. ઘણી ચર્ચા બાદ તેમજ ગામેગામના રિવાજોની સમિક્ષા કીધા બાદ આ સિદ્ધાંતને સ્વિકાર કરી; ૪૧) ગદીઆણું (૨ા તલા)નું અને રૂ. ૪૦) રોકડા અથવા તે ૫૧) ગદાણા (૨પા તોલા) સેનું એકલું એમ નકકી કરવા કમીટીએ ભલામણ કરી ઠરાવ ખુલ્લી બેઠકમાં ચર્ચવા માટે મુલતવી રાખ્યો હતો. ઠરાવ ચોથો:- ભાઈ વાડીલાલ તરફથી આવેલે “અધીવેશનના ખર્ચ માટેની જોગવાઈ સુચવતે” ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં પ્રતિનિધિની ફી રૂ ૩), સ્વાગત સમિતિના સભ્યની ફી રૂ. ૨ ) વિગેરે બાબતે જણાવવામાં આવી હતી. ચર્ચા થયા બાદ એમ ઠરાવવામાં આવ્યું કે આ તબ્બકે આ વસ્તુનો વિચાર કરે તે ઘણું ઉતાવળું પગલું થશે અને બધાજ લગભગ ઠરાવની વિરૂધ્ધ હોવાથી, ભાઈ વાડીલાલે પિતાનો ઠરાવ પાછો ખેંચી લીધો હતે. ઠરાવ પાંચમો - ભાઈ શાતીલાલ મગનલાલ શાહ તરફથી ધાર્મિક કેળવણી બાબતને” આવેલો ઠરાવ રજુ થયા હતા. તેને કેળવણી કમિટી ઉપર મેકલવાનું ઠરાવી ચર્ચા બંધ કરવામાં આવી હતી. ' ' . ઠરાવ :- છે. ભાઈ કાન્તીલાલ માણેકલાલ તરફથી “દરેક ગામમાં ચાલતા ઝગડા, ભત, તડાં વિગેરેની પતાવટ કરતું એક મધ્યસ્થ લવાદ પંચ નીમવા બાબતને ” આવેલો ઠરાવ હાથ ધરવામાં આવ્યો હતો. આ માટે ચર્ચા થયા બાદ આ તબકે આ મંડળ આવી બાબતે હાથ ધરી શકે તેમ નથી તેમ ઠરાવી ચર્ચા બંધ કરી હતી. 1, ઠરાવ સાતમો:- ડો. ભાઇ કાન્તીલાલ માણેકલાલને “યુવક મંડળ, સ્વયંસેવક મંડળ આદિ અનેકવિધ મંડળ તરફથી સંમેલનમાં પ્રતિનિધિઓ મેકલવા બાબતને” ઠરાવ હાથ ધરતાં, બંધારણની ચર્ચા વખતે તેને ધ્યાનમાં લેવાનું ઠરાવી ચર્ચા મોકુફ રાખી હતી ઠરાવ આઠમો – ભાઈ મણીલાલ પાનાચંદ તરફથી “રડવા કુટવાના રીવાજને નાબુદ કરવા બાબતને” ઠરાવ હાથ ધરતાં તેઓએ સૌ. બહેન મેનાં બહેનના ઠરાવને ટેકો આપે તેમ હરાવી ચર્ચા બંધ કરી હતી. ઠરાવ નવમો - ભાઈ કાન્તીલાલ પાનાચંદ શાહ અને શા. મણીલાલ લલ્લુભાઈની શિક્ષણ સંબંધીની સુચનાઓ કરતા ઠરાવો, કેળવણી કમિટી ઉપર મોકલી આપવા ઠરાવ્યું હતું. ઠરાવ દસમો:- બહેન શારદાબહેન છગનલાલ ગાંધીને “ગયા સંમેલનના ધાર્મિક શિક્ષણ સંબંધીના ઠરાવ નં. ૪ના અમલ સંબંધી” ઠરાવ આવેલે તે કેળવણી કમિટીને મોકલી આપો; તેમજ સ્ત્રીઓને મંડળમાં હકક આપવા સંબંધીને હરાવ બંધારણ ચર્ચતી વખતે વીચારવાનું કરાવ્યું હતું.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy