SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ २४८ પછી કપડવણજના ગાંધી ગુણવંતલાલ પુનમચંદે કેળવણી નિતિક, આર્થિક અને આધ્યાત્મિક વિકાસ કરતી હેવી જોઈએ તે બાબત ઉપર ભાષણ કર્યું હતું. તેમની સુચનાઓ નીચે મુજબની હતી. ૧ અમુક ઉમ્મર સુધી ફરજીઆત કેળવણી બધાએ લેવી જોઈએ. ૨ અમુક ઉમ્મર પુરી થતાં સુધી કેઇએ વિવાહ કરવા નહીં. ૩ ધાર્મિક અભ્યાસ માટે વેકેશનમાં ધામિક કલાસીસ ચલાવવા અને વેકેશનની અંતમાં તેની પરીક્ષાઓ લેવી અને તેના પરીણામો ઉપર લેન-કીમ અને સ્કોલરશીપ આપવાને પ્રબંધ કરવો જોઈએ. છેલ્લે કપડવણજવાળા ગાંધી કસ્તુરલાલ શંકરલાલ છોટાલાલે સ્ત્રી કેળવણી ઉપર સેવાતી દુર્લક્ષતા ઉપર ખાસ ધ્યાન ખેંચ્યું હતું અને તમામ પ્રગતીને આધાર સ્ત્રી અને સ્ત્રી કેળવણી ઉપરજ છે તે પર ભાર મુક હતો. ત્યારબાદ સાંજે છ અને પાંત્રીસ મીનીટે સંમેલનની આજની બેઠક સમાપ્ત થઈ હતી. તેજ દિવસે રાતના નવને ચાલીસ મીનીટે વિષય-વિચારણી કમીટી કપડવણજના ૫૧] ડેલીગેટો અને બહાર ગામના આવેલા તમામ ડેલીગેટોની હાજરીમાં ભરાઈ હતી. તેમાં પ્રથમ સંમેલનનું બંધારણ ઘડવા માટે એક સબ કમીટી, “બંધારણ કમીટી”ના નામની નીચે જણાવેલા સભ્યોની નીમવામાં આવી હતી. ૧ ડોકટર માણેકલાલ નરસીદાસ ગોધરાવાળા (ચેરમેન). ૨ ગાંધી શાન્તિલાલ ગુલાબચંદ વકીલ, લુણાવાડા. ૩ ગાંધી નગીનદાસ વાડીલાલ વકીલ, કપડવણજ. ૪ શા. નગીનદાસ મહાસુખલાલ, ગોધરા, ૫ શા. વાડીલાલ છગનલાલ જવેરદાસ, ગોધરા. ૬ શા. ગીરધરલાલ હેમચંદ, ગોધરા. ૭ શેઠ અછતભાઈ મણીભાઈ, કપડવણજ. ૮ દેસી હિંમતલાલ શામળદાસ, મહુધા. છે શા. કાન્તિલાલ મહાસુખભાઈ બાકલા (વેજલપુર). ૧૦ દેસી સોમાભાઈ પુનમચંદ વકીલ, કપડવણજ. ઉપર જણાવેલી કમીટી બેલાવવા માટે ડોકટર માણેકલાલભાઈને ચેરમેન તરીકે સત્તા આપવામાં આવી હતી અને તેમની સુચના મુજબ બધાએ સાથે મળીને બંધારણ ઘડવાનું જણાવ્યું હતું. ઉપર જણાવેલી કમીટીએ બંધારણ ઘડીને આવતી સાલના સંમેલનમાં રજુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy