SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૭ ત્યારબાદ વકીલ દેસી સોમાભાઈ પુનમચંદે કેળવણું અને ઉન્નતી ઉપર ભાષણ કર્યું હતું. અને આર્ય સંસ્કૃતી ઉપર ખુબખુબ ભાર મુક્યો હતો. આત્માની અંદર ઊંડે ઊંડે ઉતરી જાય તેવું સાચું જ્ઞાન આપણને આપણા વડીલો તરફથી વારસામાં મળેલું છે, જેથી કરીને જ આપણે આપણું ઉપર આવી પડેલા અનેકવિધ જુલ્મ અને અત્યાચાર થવા છતાં, અને ગુલામીદશામાં રહેલા હોવા છતાં પણ અત્યાર સુધી ટકાવી રહ્યા છીએ, પરંતુ હવે પછી પણ એને આત્માની અંદર વધારે ઊંડે ઉતારવામાં નહી આવે તો આપણે ટકી શકવાના નથી અને તે માટે આપણે સત્વર કાંઇને કાંઈ પગલાં લેવાં જોઈએ તેવું સુચવ્યું હતું. આપણા જૈન તત્વનો વિકાસ સાધવા માટે યોજનાઓ ઘડવી જોઈએ અને સામાજીક જ્ઞાન મેળવવાની સાથે ધામિક જ્ઞાનની ખુબખુબ જરૂર છે તે બહુ ભારપૂર્વક જણાવ્યું હતું. આત્માના સંગીન વહેણ માટે સાચા ધાર્મિક જ્ઞાનની જરૂર છે, જેથી આત્મા સબળ બને અને ઉંચ કોટીનું ધાર્મિક જ્ઞાન પ્રણાલીકા રહીત પણ સાચી સમજવાળું આટલું જણાવી તેઓ બેસી ગયા હતા. તે પછી કપડવણજના વતની ડોકટર રમણલાલ વાડીલાલ શાહે કોમની શારિરીક તેમજ શકિતસુધારણા અંગે કેટલીક સુચનાઓ કરી હતી જેમાંના કેટલાક મુદાઓએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. . ૧ ફરજીઅત શારીરીક કેળવણી. ૨ વ્યસનથી દુર રહેવાપણું. ૩ સારે ખોરાક. ૪ સારા હવા-પાણ. તે ઉપરાંત તેઓએ મફત વૈદકીય મદદ દરેકને મળે, દરેક ગામમાં મફત દવાખાનું ખુલે અને સાથે સાથે સારું નરસીંગ હોમ, એક પ્રસુતિગૃહ અને એક લેડી ડોકટર હોવા જોઈએ તેવું સુચવ્યું હતું. તબીબી અભ્યાસ માટે પૈસાની મદદ કરવા એક સારી સ્કીમ ગોઠવવા સુચવ્યું હતું અને તેઓએ કોમની અંદર એક પણ લેડી ડોકટર નહીં હોવાથી છોકરીઓનું તે તરફ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ શ્રીયુત વાડીલાલ મનસુખરામ પારેખે સ્ત્રીઓની અજ્ઞાનતા અનીયમીતતા ઉપર ધ્યાન ખેંચતાં, પુરૂષ વર્ગને વાંક કાઢી સ્ત્રી કેળવણુની ખાસ જરૂરીઆત ઉપર ભાર મુક્યો હતો અને ખાસ કરીને વ્યવસ્થીત સાચું સમજે તેવું વહેવારીક પ્રેકટીકલ જ્ઞાન આપવા માટે સુચવતાં, જૈન શાળાઓની અંદર પણ સુત્રોની સાથે ધાર્મિક રીતે સ્વચ્છતા અને રાંધણમાં પણ જૈન ધર્મને અપનાવવા માટેનું જ્ઞાન અપાય તેમ સુચવ્યું હતું. તેમના આખા ભાષણનો સાર મુખ્ય કરીને ધાર્મિક જ્ઞાન અને સાચી સ્ત્રી કેળવણી મળે તે માટે જૈન શાળાઓ, પ્રાથમીક શાળાઓ જુદા જુદા અથવા બેઉ સંગઠીત રીતે થાય તેવા ઉપાય ઘડવા સુચવ્યું હતું. ત્યારબાદ કપડવણજના વતની ડોકટર કાન્તીલાલ શંકરલાલ પરીખે શારિરીક કેળવણી ઉપર ભાષણ કર્યું હતું અને તે માટે વ્યાયામશાળા, એનેર્ટોમી અને ફીઝીઓલૉજીનું સામાન્ય જ્ઞાન, જળોપચાર, પૌષ્ટીક ખોરાક, સુર્યસ્નાન વિગેરે શારિરીક તંદુરસ્તી જાળવવાના ઉપાયો સુચવ્યા હતા અને તેમના સમર્થનમાં વકીલ વાડીલાલ શંકરલાલ જૈનીએ ભાષણ આપતાં સ્ત્રીઓને પણ કસરત કરવા અને વ્યાયામ બાબતની કેળવણું આપવા અંગેની વધારાની સુચના કરી હતી.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy