SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ તે જગા અમદાવાદ જેટલી મોટી ન હતી ને ધધો પણ તેટલે નહેતે છતાં રસ્તા, મકાન વિગેરેમાં તે ઘણુંજ દેખાવડું હતું. શહેરની આજુબાજુના મુલકમાં ઘઉં, જવ, બાજરી, ડાંગર, વટાણા, શાકભાજી, ફળ વિગેરેને પાક બહોળો હતા અને ગાય, ઘેટાં, બકરાં પણ ઘણાં હતાં. તેમજ હરણ, પક્ષી વિગેરેના શિકારને માટે જગાઓ હતી. બાદશાહ જંગલી જનાવર રાખતો અને શિકારી કુતરા, બાજ ને પાળેલા ચિત્તા વિગેરેને તરીઅત કરાવતા. બહાદુરશાહ ઈ.સ. ૧૫૩૬ સંવત ૧૫૨ માં મરી ગયા પછી અમદાવાદ પાછી રાજધાની થઈ આથી ચાંપાનેરની રાજકીય અગત્ય ઘટી. ગુજરાતનું માળવા ઉપરથી ઉપરીપણું ગયું કે ચાંપાનેરને વેપાર તૂટ્યો. ઈ. સ. ૧૫૫૪ સંવત ૧૬૧૦ માં ત્યાં સારાં વડનાં ઝાડ, ફળ ખાતાં વાગળાં ને કાંટાવાળી ઝાડી એ જ જોવા જેવાં હતાં. પછી વશ વર્ષના બખેડામાં જેમ ગુજરાતના બીજા ભાગે ખમ્યું તેમ ચાંપાનેરે પણ ખમ્યું. અકબરે ઈ. સ. ૧૫૭૩ થી ૧૬૦૫ સંવત ૧૬૨૮ થી ૧૬૬૧ ગુજરાતમાં વ્યવસ્થા કરી પણ જેમ અમદાવાદ અને સુરતની આબાદાની થઈ તેમ ચાંપાનેરની ન થઈ. સત્તરમા સૈકાની શરૂઆતમાં ત્યાંની હવા શરીરને નબળું કરે તેવી, પાણી ઝેર જેવું, ને ત્યાંના બાગબગીચા તે સિંહ વાઘનાં રહેઠાણ થયાં. મકાન ભાંગી તૂટી પડ્યાં હતાં. લેકે એ પોતાની માલ મિલ્કત નાશના પવનને આપી હતી. ફળને બદલે કાંટા, વાડીને બદલે ઝાડી ને સુખડના ઝાડનું તે નામ નિશાન કંઈજ નહોતું. તદ્દન ઉજજડ હતું તે પણ ચાંપાનેર પરગણામાં મહાલનું મુખ્ય ગામ માત્ર નામનું ગણ્યું હતું. ટોડરમલે ઈ. સ. ૧૫૭૬માં મેગલાઈના વખતમાં ચાંપાનેર ગોધરાના તાબાનું રાખ્યું હતું. ખેતી તૂટી હતી ને સત્તરમા સૈકાની મધ્યમાં તે આ મુલક જંગલી હાથીઓને શિકાર કરવાનું ઠેકાણું થઈ પડયું હતું. તે ઈ.સ. ૧૮૦૩ સંવત ૧૮૫૮ માં જ્યારે ગુજરાત બ્રિટીશોએ લીધું ત્યારે ચાંપાનેરમાં માત્ર ૫૦૦ માણસેની વસ્તી હતી. પ્રથમ તે વસ્તી વધારે હતી પરંતુ ફેજ આવવાનું જાણુ ભાગી ગઈ હતી. ઈ. સ. ૧૮૧૨ માં ૪૦૦ ઘર હતાં તેમાં અર્ધા વસેલાં, પણ તે ગુજરાતના શહેરોમાંથી નાસી આવેલાઓને લીધે એટલી વસ્તી હતી. ઈ.સ. ૧૮૨૮ એટલે સંવત ૧૮૮૫ માં રેશમી કાપડ વણનારા ત્યાં જે રહ્યા હતા તેમની સંખ્યામાં પણ કોલેરાથી ઘટાડો થયો હતો, ઈ. સ. ૧૮૫૭ના જુલાઈની ૩૧ મી તારીખે બ્રિટીશ સરકારની વ્યવસ્થા તળે આવ્યું ત્યારે તે ઘણું ખરું ઉજજડ ચાંપાનેર થઈ ગયું હતું. જંગલ કપાવવા તથા ખેડુતે વસવા આવે તેવું કરવા પાછળ પૈસા ખરચ પણ નવી વસ્તી થઈ નહીં. ત્રણ ભાગ મરી ગયા ને એક ભાગ ભાગી ગયો પોલીસના સિપાઈઓ સિવાય ત્યાંના રહીશમાં ગરીબ અને રોગી એવાં કાળી નાયકડાનાં જુજ કુટુંબ માત્ર રહ્યાં. (૪) કપડવંs - કપડવંજ:ખેડાની ઉત્તર પૂર્વે ૩૬ માઈલ ઉપર મેહેર નદીના પુર્વ કાંઠે કિલ્લાવાળું ને માટે વેપાર ધંધાનું ૧૭૮૮૨ માણસની વસ્તીવાળું ને રૂા. ૬૬૭૦ ની મ્યુનિ. ની ઉપજનું શહેર છે. એ જુના કાળથી વસેલું છે. પાંચસેથી આસું વર્ષનાં ઘરો આજ પણ છે, અને કોટની દિવાલ પાસે જુના શહેરની જગા પણ છે કે તેને Íટપુર કહે છે; પાંચ કબર ઉપરથી નામ કપડવંજ પડયું એમ પણ કેટલાક કહે છે. ઈ. સ. ૧૭૩૬ માં મરેઠા તથા કેળીના હુમલાથી એ શહેર મરેઠાઓના હાથમાં આવ્યું તે પછી ઈ. સ. ૧૮૧૬-૧૭ માં તેમને બ્રિટીશ સરકાર પાસેથી વીજાપુર લઈ કપડવંજ બ્રિટીશેને આપ્યું હતું. તે વખતે કપડવંજમાં દશ હજારની વસ્તી હતી. મધ્ય હિંદુસ્થાન અને દરિઆઈ કાંઠે એની વચમાંના મેટા માર્ગમને એક માર્ગ કપડવંજન હોવાથી ત્યાં ઘણે વેપાર ધંધો ચાલતો હતો. ૧૮૧૬માં તે સારૂ બાંધેલું હતું.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy