SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ કાતાંકિ પૂનમે મેળો ભરાય છે તે વખતે આશરે રૂ. અઢી લાખને માલ ખપે છે, પહેલાં પિણાનવ લાખ રૂ.ને ખપત, આવું લખાણ મળી આવે છે. (૩) ચાંપાનેર: ચાંપાનેર ઉત્તર અક્ષાંસ ૨૨°– ૩૦ ને પુર્વ રેખાંશ ૭૩° – ૩૦ ઉપર પાવાગઢની ઈશાન કોણ તરફ એક માઈલ ઉપર વડોદરાથી પૂર્વમાં ૨૫ માઈલ પર ને ગોધરાથી દક્ષિણે ૪૨ માઈલ ઉપર છે, હાલમાં ત્યાં ભૂજ, ભીલ તથા નાયકડા રહે છે, બાકી તે ઉજ્જડ છે જો કે આગળ નામાંક્તિ શહેર હતું. - ચાંપા નામે વાણિઓએ વનરાજના વખતમાં (ઈ. સ. ૭૪૬-૮૦૬) તે નગર વસાવ્યું હતું. અગીઆરમા સૈકામાં “રામગૌડ” તુવાર પાવાપતિ હતા. તે અણુહિલવાડને મંડળેશ્વર હશે કારણ કે ઈ.સ. ૧૨૯૭ માં અલ્લાઉદ્દીને અણહિલવાડના રજપૂત રાજ્યની સમાપ્તિ કરી ત્યાં સુધી એ. ચાંપાનેરના રજપૂત રાજ્યના પુર્વ તરફના ભાગને જબરે કિલ્લો ગણાતું હતું. ત્યાર પછી ચૌહાણ રજપૂત ચાંપાનેર આવી વસ્યા. તેઓએ ઈ. સ. ૧૪૮૪માં ચાંપાનેર ખોયું પણ તેમના વંશજો આજે પણ છેટા-ઉદેપુર તેમજ દેવગઢ બારીઆમાં રાજ્ય કરે છે. હાલોલ પાસે “નાહાની ઉમરવાન” એ જગાએથી લેખ જડ્યો છે તેમાં ચાંપાનેરના ચૌહાણ રાજાઓનાં નામ આ પ્રમાણે છે. રાજશ્રી રામદેવ, શ્રી ચંગદેવ, શ્રી ચાંચિંગદેવ, શ્રી સેનામદેવ, શ્રી પાલહનસીંગ, શ્રી જીતકરણ, શ્રી કેપુરાવળ, શ્રી વિરધવળ, શ્રી સવરાજ, શ્રી રાંધવદેવ, શ્રી નંબકભૂપ, શ્રીગંગારાજેશ્વર અને શ્રીજયસીંગદેવ. ઈશાન કોણ તરફના ઢળાવ ઉપર પાવાગઢના કિલ્લાની નીચે રજપૂત રાજ્ય ચાંપાનેર હતું. ઈ. સ. ૧૪૧૮માં તે શહેરને ઘેરે ઘાલવામાં આવે તે પછી ખંડણી આપવી પડી હતી. વળી ઈ.સ. ૧૪૫માં બહુ ભીંસાયા હતા તે પણ ડુંગરીના બળે ચાંપાનેરના રજપૂત, પિતાનું સ્વતંત્ર મોટમ રાખી રહ્યા હતા. વખતે વખતે પડોશના રાજા સાથે ને ઈડરના રાવ સાથે લડાઈઓ કરતા. ઈ. સ. ૧૪૮૩ ના દુકાળમાં મહમદ બેગડાને સરદાર મલિક આમદ, ચાંપાનેરના મુલકમાં લૂંટ કરતે હો તે ઉપરથી રાવળ જયસિંગે તેને હરાવી મારી નાખ્યું હતું. તેનું વેર લેવાને મહમુદે વડોદરા ફેજ મેકલી. રાવળે માળવાના ગ્યાસુદ્દીનની મદદ માગી પણ મહમુદ દેહદ આવ્યો કે માળવાને સુલતાન પાછો ફર્યો. મહમુદે ચાંપાનેર આવી એક મજીદને પાયો નાખી અને ઈ.સ ૧૪૮૪, સંવત્ ૧૫૪૦માં કિલો લીધે રાવળ ઘાયલ થઈ પડ્યો, તેની ઉપર મહમુદે પહેલાં તા રહેમ રાખી પણ તેણે મુસલમાન ધર્મ પાળો કબુલ ન કર્યો ત્યારે તેને મારી નાંખવામાં આવ્યા તેને દીકરે મુસલમાન થે તેને નિઝામ-ઉલ-મુલ્કનો ખિતાબ આપી અમીર બનાવ્યું. કિલો લીધા પછી મહમુદે શહેરનું નામ બદલી મહમૂદાબાદ પાડ્યું. ત્યાંની હવા પસંદ પડવાથી તેને તેણે રાજધાની કરી. અને એક કિલ્લો, એક મજીદ ને એક મહેલ બંધાવ્યાં, અને અમીરે તથા વઝીરને ત્યાં બેલાવ્યા, ઘણાંક મકાને બંધાવ્યાં, ઘણુક બગીચાઓ થયાં, ને તેમાં ખેરાસાનીના કસબથી ફુવારા, કારંજ ને ધેધ તરેહતરેહના બનાવવામાં આવ્યા. ત્યાંની કેરી જાણીતી હતી તેમજ સુખડનાં ઝાડ એટલાં બધાં હતાં કે તેનું લાકડું ઈમારત કામમાં વપરાતું. વેપાર ધંધાદારી બહુ વધી ગયાં. ચાંપાનેરની તરવાર ધારને માટે ને ચાંપાનેરનું રેશમ ચક્યક્તિ રંગને માટે વખણાતાં. મહમુદે અમદાવાદને ટાળ્યું નહીં પણ પિતાના રાજ્યની આખર લગી તે મહેમુદાવાદ (ચાંપાનેર) ને પોતાની રાજધાની માનતા. મહમુદની પછી બહાદુરશાહ મરી ગયા ત્યાંસુધી (ઇ.સ. ૧૫૩૬ સંવત ૧૫૯૨) ચાંપાનેર ગુજરાતનું રાજકીય પાટનગર રહ્યું. એ વખતે ગુજરાત તથા માળવાને મૈત્રી સંબંધ થયેલ તેથી શહેરની આબાદાની વધી. કારણ કે આફતને વખતે ખજાને સંતાડવાને ડુંગરી કામની છે એવું સુલતાને માનતા. ઈ. સ. ૧૫૧૪ સંવત ૧૫૭૦ સુધી ચાંપાનેરની પૂરી જાહોજલાલી હતી. તે પણ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy