________________
૨૨૫
ઈ. સ. ૧૮૬૪માં એટલે સંવત ૧૮૨૦ માં ત્યાં વેપારી તથા શાહુકાર દેલત આબરૂમાં જોઈએ તો ફક્ત નડીઆદથી જ ઉતરતા વહેરા મોટા વેપારી હતા. તેઓ અકીક ને પંદર માલિ ઉપર માજમ નદી છે તેમાંના કંકર એકઠા કરતા. સાબુ, કાચ અને ચામડાનાં કુવડા (ધી ભરવાનાં) બનાવવાનાં કારખાનાં હતાં. ધાતુભર્યો કચર કપડવંજમાં મળતાં જેનાં ઢેફાં હાલ ગામને પાદરે દેખાય છે. મધ્ય હિંદુસ્થાનમાંથી અનાજ તથા અફીણ આવતાં અને ગુજરાતમાંથી તંબાકુ જતી. કપડવંજ માલ પંચમહાલ–વાડાસીનેર ને મધ્ય હિંદમાં જતે હતા. શહેરમાં જોવા લાયક એક તળાવ અને એક મહેરાબ ચાલુકય સમયનાં છે. (૧૦૦૦–૧૩૦૦) તળાવને માટે કહેવાય છે કે તે સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું (ઈ.સ. ૧૦૯૪-૧૧૪૩) એ રાજાને એક બુટ્ટો ભીમ નામને ભાટ બહુ રંગ ભર્યો મધુમતી-વાત્રકમાં નહાવા આવે છે, તે કાંઠા ઉપર અહીં તહી ફરતો હતો તેવામાં એક પાણીથી ભરેલા ખાબોચીઆમાં તેને પગ ખસ્યો ને તે ઉંડા પાણીમાં પડે. પણ સખત મહેનત કરી તરીને જ્યારે કાંઠે આવ્યા ત્યારે તે જુવાન અને જબરો થયો હતો. એ વાત રાજાએ જાણું ત્યારે તેણે વિષ્ણુનું ત્યાં દહેરૂં બંધાવ્યું. એક કુંડની દક્ષિણે જમીનની અંદર મહાદેવનું દહેરે છે, પણ તેની હજી ખરેખરી શોધ થઈ નથી. વળી એક સારી મજીદ અને કબર એની નિશાની છે. નવા મકાનોમાં (કંસાર વાડાને ચકલે ઢાકવાડીની ખડકીમાં) એક જૈન દહેવું છે તે કેટલાક વર્ષ ઉપર દોઢ લાખને ખરચે બંધાવેલું છે. અંદરની જગ્યાએ આરસના થાંભલા છે. ને કેટલીક જગામાં ઘણું જ સારી ફરસબંધી છે. એક ખૂણામાં ભોયરાના ઓરડામાં કાળા પત્થરની (શ્રી પાર્શ્વનાથની) મુર્તિ છે. બૉમ્બે ગેઝીટીઅરમાં તે વર્ણન નીચે પ્રમાણે છે. જેની નકલ કરી આ સાથે સામેલ કરી છે જે જેયાથી ખાત્રી થશે.
GAZETTEER OF THE BOMBAY PRESIDENCY
1879 Volume III
Pages 171,173 Kaira and Panchmahals. Kapadwanj North Lat. 23.1. East Long. 73.7:
Of modern buildings, that of most note, is a Jain place of worship. This temple built about twentyfive years ago, at a cost of £15,000 (1,50,000) is raised on a ten feet high stone plinth. The interior is richly ornamented with marble pillars and a marble pavement inlaid with much delicacy and taste. At one corner is a plain underground chamber with a black stone image.
Under Government orders, Bombay, Printed at the Government Central Press.
વાહોરવાડમાં પાંચ મકાન છે તેમાં એક મજીદ ઘણી દેખાવડી છે. ને ઘણાંજ જૂનાં ઘર ઉચાં અને લાકડા ઉપર નકશી કરેલાં છે. મામલતદારનું થાણું, પોલીસ ઑફિસ, સબજાજની કૉટ, પિસ્ટ-ઑફિસ, ડીસ્પેન્સરી એ કપડવંજમાં છે. પુર્વ દરવાજે એક ધર્મશાળા છે તે એક ધનવાન વેપારીની વિધવા એ (શેઠાણું માણેકબાઈએ) લાખ રૂપિઆ ખર્ચાને બંધાવી છે.