SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ –૧૮૦-- કંપનીના મેનેજર અને જયંત મેટલ વર્કસના માલીકે એમણે આગળ પડતું ભાગ લીધો છે. તેમની લાગણી અને મહેનતનું વર્ણન ચૌદમા પ્રકરણમાં આપ્યું છે તેથી અહીં પુનરૂક્તિ કરી નથી. આ ગૃહસ્થાની પ્રવૃત્તિમાં બહારગામ કામ કરતા ભાઈઓએ પણ યથાશક્તિ મદદ કરી છે. વળી આ આગેવાન દેરવનારાઓએ વિદ્યાર્થીઆલમ ઉપર પણ સારું લક્ષ આપ્યું છે. સારું ભણનારને નાતની સભાઓ ભરી તેમને ઉત્તેજન અને ઈનામ આપી ભણવામાં ઉત્સાહ વધાર્યો છે. હાઈસ્કુલથી આગળ વધેલ કેલેજીઅનેને સ્પષ્ટ કહી દીધું છે કે અમારી પાસે જે કંઈ સાધન છે તે તમારા માટે જ છે. નાતને કેઈપણ યુવક નાણાંના અભાવે પિતાને અભ્યાસ બંધ રાખી શકે નહીં. આ નાણાં ધર્માદા તરિકે નહીં પરંતુ લેન તરિકે દરેક કેલેજીઅન વાપરી શકે છે. આ યોજના પ્રમાણે એક યુવકને ઈજીનીઅરીંગને વધુ સારે અભ્યાસ કરવા અમેરિકા મેક છે. તે ન્યુયોર્ક જઈને આ ખાતાની સારામાં સારી કેલેજમાં ને તેની બેડીંગમાં દાખલ પણ થઈ ગયા છે. પાંચ વર્ષને અભ્યાસ કેસ છે. ને શિક્ષણ-ભજન વિગેરેને દરવર્ષે દશ હજાર રૂપિઆ ખર્ચ આવશે તે પાંચ વર્ષના પચાસ હજાર રૂપિઆ લેન તરિકે આ દેરવનાર પૈકી એક ગૃહસ્થ તે પરીખ વાડીલાલ મનસુખભાઈ એ આપ્યા છે. જાપાનદેશની માફક જુદાજુદા વિષયના નિષ્ણાતે કપડવંજ વિશાનીમા મહાજનની નાતમાંથી પેદા થાય તે પાંચ દશ વર્ષમાં તે આખી નાતને ને ગામને પણ રંગ બદલાઈ જાય એમ સંભવ છે. આ સ્થાને જ્ઞાતિપ્રેમને એક જ દાખલે આપું. અમદાવાદના દશા પોરવાડ વિષ્ણવ શેઠ મંગળદાસ ગિરધારદાસ તેમની પેટાનાતનાં માત્ર ચાલીશ જ ઘર છે. મહેમ શેઠ મંગળદાસે મીલ ઉદ્યોગમાં ઝુકાવ્યું, ને તેમાં ફાવ્યા. તે ચાલીશે ઘરને ઘેડાગાડી ને નેકર ચાકરના સાધનવાળાં, પૈસે ટકે ને આબરૂમાં સાધનસંપન્ન થઈ બધાં શેઠની સાથે શેભે એવાં કરી આપ્યાં. એ ચાલીશે ઘરના યુવકે અને કામ કરી શકે તેવાં પ્રોઢને પિતાના કારખાનામાં કામ શીખવી તેમને કામ કરતા બનાવી તેના બદલામાં પૂરેપૂરો પગાર આપી બધાને સાધનસંપન્ન બનાવ્યા. આનું નામ તે જ્ઞાતિપ્રેમ કે જ્ઞાતિસેવા. આપણું આ દેરવનાર ભાઈઓનું વર્તન ભવિષ્યની પ્રજાને અનુકરણીય છે. હાલમાં છેલ્લા પંદર વર્ષથી કપડવંજ વિશા નીમાની વાત કપડવંજની બીજી વણિક નાતમાં અને ગુજરાતમાંના જૈિન વિશા નીમાના પાંચ ગામની જ્ઞાતિમાં પુર્વકાળે જે અગ્રણી પદ ભગવતી હતી તે પદે અત્યારે આવી ગઈ છે. આ દેરવનારે હાલમાં મુંબાઈ–મદ્રાસ-દલ્હીકલકત્તા આદિ સ્થળોએ દુકાને બેલી ત્યાં જ્ઞાતિજનેને મેકલ્યા છે. તે બધાની કાર્યશક્તિ અને જ્ઞાતિ સેવાના ભાવમાં અધિકાધિક પ્રેરણા અને બળ કુળદેવ વધારે પ્રમાણમાં આપ્યા કરે તેવી પ્રાર્થના કરી આ પ્રકરણ સંપૂર્ણ કરું છું. તથાસ્તુ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy