SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ -૧૭૯ આવવા સત્કાર્યા, ધધ કરી શકે તેવાઓને ધંધે, ગુમાસ્તી કરી શકે તેવાઓને ગુમાસ્તી, ને મજુરી કરી શકે તેમને કારખાનામાં મજુરી મેળવી આપવામાં મદદ કરવાની ખાત્રી આપી. આ એકાદ જો પરદેશ ખાતે ગોઠવાઈ ગયે, ત્યારે બીજાઓની આંખ ઉઘડી. તેઓ પણ તે રસ્તે વળ્યા. જેઓ પરદેશની પીડા ખમી શકે નહિ તેવા પ્રોઢને કપડવંજમાં પિતાને ફાવે તે ધંધે કરવાને સમજાવ્યા. તેમાંના કેટલાકે પોતાના બાપદાદાને ધંધો બદલ્યા પણ ખશે. તેમના દીકરાઓને પરદેશ ખેંચ્યાં. આથી નાણું ભીડ કંઈક ઓછી થઈ અને તે સાથે ગૃહસ્થાઈના દુર્ગુણો પણ કંઈક ઓછા થયા. બધાને એમ સમજાયું કે મજુરી, ગુમાસ્તી કે સટ્ટાવિનાને એક વેપાર કર્યા સિવાય છુટકો નથી. આથી શારિરિક અને માનસિક શક્તિ બળમાં ઠીકઠીક વધારો થયે. જેથી વૈદકીય ખર્ચ બચે, જીવનદેરી લંબાઈ, મરણ પ્રમાણ ઘટયું ને જન્મ પ્રમાણ વધ્યું. આ રીતે સંતતિ તથા સંપત્તિ એ બેમાં ઠીકઠીક ફાવ્યા. આ બધા લાભ પુરૂષ વર્ગમાં થયા. સ્ત્રી વર્ગ તે જુના જમાનાને છે તેને તે જ છે. આખા દિવસને પણે ભાગ રસોડામાં ગાળ, આવી રીતે આહાર વિહારમાં અસંયમી હતાં તે કરતાં અધિક બનતાં જાય છે. ઘરનું કામકાજ કરતાં શરમ આવે માટે દરેક ઘેર લગભગ એક સ્ત્રી નેકર તે હોયજ. આથી સ્ત્રી વર્ગમાં માંદગી વધી છે. ઘેરઘેર ઠેકટરોનાં અને વૈદ્યોનાં બીલ મુંગે મેં એ ચૂકવાય છે. આ માટે સ્ત્રીવર્ગે જમાનાને ઓળખી પિતાના સમયને કંઈ સદુપયોગ થાય એવી ગોઠવણ કરવી જોઈએ. ઓછામાં ઓછા એક કલાક દરરોજ રેટિઆ જેવી પ્રવૃત્તિમાં ગાળવો કે જેથી અંગ કસરત અને આર્થિક લાભ બને મળે. આ એક નૈતિક સૂચના છે. જેમ દિવસ પછી રાત અને રાત પછી દિવસ એ કમ અનિવાર્ય છે, તેમ સુખ પછી દુખ અને દુઃખ પછી સુખ એ પણ અનિવાર્ય છે. કપડવંજે તેના જન્મથી તે આજસુધી સુખ દુઃખ ભોગવ્યાં પરંતુ આ વખતને દુઃખને સમય, પહેલાંના જે બેત્રણ સૈકા સુધીને ગાળો હો તે કરતાં હૃકે એટલે પચાસ સાઠ વર્ષને જ ભોગવ્યું. તે કર્મમાર્ગીએ તેને સત્કર્મના ફળ તરિકે માને છે, ને જ્ઞાનમાર્ગીઓ તે કાર્યોના ફળને ન્યાય આપનાર અદશ્ય શકિત જેને પરમાત્મા કે ઈશ્વર તરિકે ઓળખે છે તેની કૃપા તરિકે માને છે. લેખક બીજા મતને માનનાર છે. તે અંતઃકરણથી માને છે કે એ અદશ્ય શક્તિ (પરમાત્મા કે ઈશ્વર) તેણે આ પુણ્યશાળી ન્યાતને વહારે ધાયી નાતના કામકરંદા અને સેવાભાવી પુરૂષને પિતાના જ્ઞાતિબંધુઓને દેરવવાની પ્રેરણા અને બળ આપ્યાં. આ દેરવવામાં બીજા સાથે બાટલીએ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy