SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૭૮ વ્યકિતઓ કપડવંજના માઠા કીમતેજ નાની વયમાં અને નિર્વશી થઈ, કપડવંજ પ્રજાને રડતી કકડતી મૂકી ગયા. આપણામાં કહેવત છે કે “માણસ ધનને ભાગ્યે સંધાય પણ મનુષ્યને ભાગ્ય ન સંધાય.” આ કહેવત પ્રમાણે કપડવંજ આખું શેકગ્રસ્ત બન્યું. વ્યાપાર ધંધો તૂટ. લેકે નિરાશ થયા અને ઉતેજન તથા સાહસિક વૃત્તિને અંત દેખાય. પૈસે ટકે પણ નાત પાછળ પડી ગઈ ને સાંસારિક સંકટ પણ ભગવ્યાં. એટલામાં અધુરામાં પુરું શેઠ મણીભાઈ શામળભાઈનું તદન ભરયુવાન વયે અપુત્ર અવસાન થયું. આ મરણથી કપડવંજ પ્રજાના દુઃખને પાર રહ્યો નહીં. આ દુઃખ સીએ મુંગે મેંએ સહન કર્યું આ ગમખ્વાર બનાવ પછી માત્ર જેશીંગભાઈ શેઠ ઉપરજ બધાની આશા ને નજર હતી તે પણ કપડવંજના પાપકર્મને પ્રતાપે ખુંચવાઈ ગઈ. આ પ્રમાણે માત્ર શેકીઆ કુટુંબ ઉપરજ આફતને વરસાદ વરસ્ય એમ નથી. પરંતુ તે સમયમાં ન્યાતના બીજાં કુટુંબમાં જે નામાંકિત અને કાર્યકુશળ વ્યકિતઓ હતી, કે જેના માટે જ્ઞાતિભાઓ બહુ સારી આશા રાખતા હતા, તેવાઓ પણ આ સમયમાં અલ્પાયુષી બની આ દુનિઆમાંથી અદૃશ્ય થયા. આથી આખી નાત શેકસાગરમાં ધકેલાઈ ગઈ સંતતિ તથા સંપત્તિ એ બન્નેમાં ધસારાબંધ ઓટ આવ્યો, જેથી કેટલાકને આ સંસાર ઉપરથી પ્રેમ અને ઉમળકે ઉઠી ગયા. તેમણે આવા દુઃખદ અસાર સંસારમાં રીબાવા કરતાં તે સંસારનો ત્યાગ કરી પોતાના આત્માના મોક્ષ (નિવણ) માટે દીક્ષાના માર્ગે વળ્યા. કેટલાંક કુટુંબ તે સ્ત્રી-પુત્ર-પુત્રી પિત્ર, દોહિત્ર, દુહિતાએ આદિ આખું કુટુંબ એ માર્ગ સંચર્યું. આવી રીતે લગભગ પિસેથી એક વ્યક્તિઓ સાધુઓ અને સાથ્થીજીના સંઘાડામાં પ્રવેશ્યાં હશે. નાતના ઘરમાં લગભગ પિણુભાગના ઘરમાં ગુમાસ્તા-નોકર-ઘેડાં ઈત્યાદિ સારા વખતમાં હતાં તે બધાને આ દુખી સમયમાં ધીમે ધીમે રજા આપી અને તેમના વતીનું કામ સ્ત્રી-પુરૂષને જાતે કરવાં પડયાં. આવી ગૃહસ્થાઈ ભેગવવાને ટેવાઈ ગયેલાઓને પિતાનું સ્વમાન હણાયાનું દુઃખ સાલવા માંડયું જેથી બુદ્ધિ-શક્તિમાં પણ ઓટ આવ્યું. પિતાને પેઢીઓગતને ધંધે મહાપરકાષ્ટાએ કરવા લાગ્યા પરંતુ તેમાં બરકત આવી નહિં અને ગૃહસ્થાઈને, ખાનપાનને ખર્ચો તો ચાલુ હતું તે પૂરો કરવામાં નાણું ભીડ પણ નડી. આથી નિરાશ થઈ બેસી રહેવાનો પ્રસંગ સાંપડે. આવી પરિસ્થિતિમાં ધીરજવાન વણિકે એ પિતાના મગજનું સમતલપણું સાચવી રાખ્યું. આ પ્રસંગે આખી નાતની એકસંપી (સંગઠ્ઠન) મદદે આવી નાતના સાધનસંપન્ન અને કરવાને ટેવાએલા પ્રૌઢ અને યુવાને કે જે મુંબાઈ વિગેરે સ્થળે પરદેશ જઈ ધંધામાં જામી ગયેલા અને સાધનસંપન્નમાં પણ ઠીકઠીક આગળ વધેલા તેઓએ પિતાના જ્ઞાતિભાઈઓમાં જે શક્તિશાળી હતા તેમને સમજાવ્યા ને પોતાની સાથે પરદેશ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy