SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ –૧૭૧બનાવ્યા. હાલ તે સંપ્રદાયમાં લગભગ એક હજાર ઘર ને તેમાં ચાર હજાર માણસે છે. તેઓશ્રી ગોકુલનાથજી ચેથી ગાદીના આચાર્યશ્રી છે તેથી તેમના અનુયાયીઓ ચતુર્થગાદીના વિષ્ણુ ગણાય છે. અખિલ હિંદના દશાનીમા અને કેટલાક વીશા નીમા મહાજન તેઓશ્રી ગોકુલનાથજીની ગાદીના વૈષ્ણવ છે. ગુજરાતમાં મેડાસા, વાડાસીનેર, વીરપુર, લુણાવાડા, દાહોદ, ઝાલેદ, દેવગઢબારીઆ વિગેરે ગામના નીમા મહાજન આ ચતુર્થ ગાદીના વૈષ્ણવ છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે સંવત્ ૧૬૪૩. પહેલાં કપડવંજમાં ઉદંબર બ્રાહ્મણની અને વિશાનીમા મહાજનની વસ્તી હતી. એ સમય ના અને તે પછીના સમયના મકાનના વેચાણ દસ્તાવેજો જે લુગડા પગર લખતા હતા તે વાંચવામાં આવતાં દલાલવાડામાંના અને હાલના તાપેશ્વરની ખડકી તથા કેવળભાઈ શેઠની ખડકીનાં ઘણું મકાને શ્રોત્રિય અટકના ઔદુમ્બર બ્રાહ્મણ પાસેથી વેચાણ લીધાનું જણાય છે. આ વાતને હાલ ત્રણસે ઉપરાંત વર્ષ થઈ ગયાં છે એટલે સત્તરમે સેંકે પુરો થવાના સમયમાં ચાંપાનેર શહેરની પડતીની શરૂઆત થઈ. મોડાસાની પણ ભાગતી થઈ. અમદાવાદ તે સમયમાં જેર પર આવવા માંડયું. મુર્તાિ ભંજકેની રંજાડ ઓછી થઈ અને હિંદુ લૂંટારા તથા મરાઠા જેર પર આવ્યા. તેમની તરફથી ગુજરાતમાં રંજાડ વધી પડી પરંતુ તે સમયના અમદાવાદના સાહસિક ઓસવાળ જ્ઞાતિના આગેવાન શેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદ એમણે મરેઠાઓ સાથે સમજુત કરી કે અમદાવાદ કેઈપણ વખત ન લુંટવું એ કરાર કરાવી અમદાવાદ બચાવ્યું. (ઈ. સ. ૧૭૨૫ સંવત ૧૭૮૧ જુઓ ગુજરાત સર્વસંગ્રહ પૃષ્ઠ ૨૮૬ની પુટનેટ) આથી ત્યાંના સમસ્ત વ્યાપારી મહાજનોએ ઠરાવ કરી એટલે માલ કાંટે તેલાય તેની કમ્મતના સેંકડે પા (ઉ) રૂપિઓ હકસાઈ આપવી એ ઠરાવ કરી તેમને નગરશેઠની પદવી આપી. આજે પણ સરકાર તે હકસાઈ બદલ રૂ. ૨૧૩૩) ત્રીજોરીમાંથી આપ્યાં જાય છે. ગાયકવાડે પણ તે શેઠને પાલખી-છત્રી–મશાલ અને દર વર્ષે એક હજાર રૂપિયા રોકડાને હક્ક આપે છે. આ શેઠ જનધમી હતા તેમના સહધર્મી અને વ્યાપારી બુદ્ધિવાળા આપણું શેકીઆ લાલચંદ ગુલાબચંદ જેમને “લાલગુલાબ” ના લાડીલા નામથી સૌ પ્રજા ઓળખે છે તેમણે તથા તેમના કુટુંબી વૃજલાલ મોતીચંદની પેઢીવાળા શેકીઆએએ અમદાવાદના ઉપરોક્ત શેઠીઆઓ સાથે સંપર્ક સાધી માળવા વિગેરે પ્રાત સાથેના વેપારમાં માથું મારી પોતાની સ્થિતિ પગભર કરી એટલું જ નહિં પણ અમદાવાદના શેકીઆએથી અધિક લાવી મૂકી. ગુજરાત સર્વ સંગ્રહ લખે છે કે ઈ. સ. ૧૮૧૬ એટલે સંવત ૧૮૭૨ માં કપડવંજ સારું વધેલું હતું. ઈ. સ. ૧૮૬૪ એટલે સંવત્ ૧૯૨૦ માં વ્યાપારી તથા શાહુકાર દેલત આબરૂમાં. ખેડા જીલ્લામાં માત્ર નડીયાદથી બીજે નંબરે હતા. (જુઓ પરીશિક નં.૧ ને ૪ પેરેગ્રાફ) મતલબ કે સંવત્ ૧૯૨૦માં કપડવંજ સંપુર્ણ સમુદ્ધિવાન અને
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy