SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ છે. કંસાર ડઈ, નડીયાદને વિસનગર ગયા ત્યાં આજે પણ કપડવંજ કહેવાય છે. વહેરાઓની હિજરતને લીધે તેમની જુની વહોરવાડને મોહલ્લે મેજુદ છે. ને તેઓ સુરત પિતાના ધર્મગુરૂને આશ્રયે સુરત બંદરે ગયા ત્યાં જે જગાએ વસ્યા તે જગા હાલ પરનો ટે નામે ઓળખાય છે. આ સમયમાં કપડવંજમાં વિશા નીમા હતા તેમાંથી કેટલાક સુરત બંદરે વહેરાભાઈઓની સાથે સુરત જઈને વસ્યા. સુરતમાં નાનપુરાનાં પોપટ મેહલ્લામાં વિશા નીમા વણિકનાં પંદર વીશ ઘર હતાં તેમણે પોતાને માટે જેન દેરાસર બંધાવેલું તે હાલ હયાત છે. આ હિજરત અને નાસભાગ પંદરમા અને સળમા સૈકા સુધી થઈ હોય એમ જણાય છે. એ હિજરતની શરૂઆતના એટલે તેરમા સૈકાની શરૂઆતના સમયમાં અને ત્યારપછી કપડવંજની કુનેહબાજ વસ્તીએ, રાધનપુરના બાબીનવાબના જનાનખાનાનાં “લાડણ બીબી અહીં આવ્યાં તેમને આર્થિક મદદ અને બીજી સગવડ આપી તેમની મારફત શહેરનું રક્ષણ મેળવ્યું. લાડણ બીબીએ પણ સૌજન્યતા વાપરી, શહેરને કેટ બંધ બનાવી કેમવાર વસ્તી વસાવી તેમને સુરક્ષિત ક્ય. હાલમાં તે કોમવાર મેહેલ્લાનાં નામ કોમના નામની સાથે વાડે કે મેહë એવા નામથી ચાલે છે જેમકે સલાટવાડ, કણબીવાડે, ભાટવાડે, નાગરવાડે, શ્રોત્રિયવાડે, દલાલવાડે, વિગેરે નામ હજુ પણ ચાલે છે. આ વાત આગળ આવી ગઈ છે. આવી રીતે વિક્રમ સંવત્ છઠ્ઠા સાતમા સૈકાના સુવર્ણયુગમાં કપડવંજ જન્મ થયે સંભવિત છે. તેની સુખી અને સમૃદ્ધિવાન પ્રજાએ લગભગ સાતસે વર્ષ સુધી આબાદી ભેગવી. તેના વંશવારસોએ ઉ૫ર ગણવેલ ત્રણ વર્ષ સુધી આર્થિક અને સાંસારિક સંકડામણ, અને ધાર્મિક મુશ્કેલીઓ વિગેરે અંધકાર દુર્દશાના સંકટ ભેગવ્યાં. આવા સમયમાં પણ કપડવંજઓએ અસંતોષી બહારવટીઆઓ તથા લૂટારાઓને આર્થિક મદદ વડે અને તેમની બીજી સગવડ સાચવી તેમને પિતાના રક્ષક નીમ્યા. વળી તે સમયમાં નવા સ્થા પણ આવવા લાગ્યા તેમને પણ અપનાવી લીધા. આ સમયે સત્તરમા સૈકાની શરૂઆતને સમજાય છે. આ હકીકત કપડવંજની સમગ્ર પ્રજાની ગણુએ તે પણ તે પ્રજામાં વિશાનીમા મહાજનની નાત આર્થિક, વ્યાપારિક, ધાર્મિક ને રાજકિય સ્થિતિમાં સૌથી મોખરે હતી તેથી તે નાતને આ હકીકત ખાસ લાગુ પડે છે. વળી કપડવિણજમાં વૈષ્ણવ ધર્મના પ્રથમ સ્થાપક અને ઉપદેશક મહાન આચાર્યશ્રી ગોકુળ નાથજી મહારાજ પિતે સંવત્ ૧૬૪૩ માં કપડવંજ પધાર્યા તે સમયે શ્રોત્રિય કુટુંબના વડા રંડા ઉદંબર કપડવંજમાં દલાલવાડામાં રહેતા હતા તેમને ત્યાં ગેસ્વામીજી પિતે પધાર્યા હતા એ લેખ છે. તેઓશ્રીએ રંડા ઉદંબરનાં સગાં અને આડોશી પાડોશીને વૈષ્ણવ ધર્મની દીક્ષા આપી તેમને પિતાના અનુયાયી
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy