________________
=૧૬૮–
વણુજમાં રાહુના આરે જ્યારે શેહેર વસેલું હતુ તે સમયમાં આજે જ્યાં શ્રી કપડવણજ વીશા નીમા જૈન પંચના ઉપાશ્રય છે ત્યાં ગામ બહાર આવીને ધ્યાનસ્થ રહેતા હતા. આ સમય વિ. સં. ૧૧૦૦ થી ૧૧૩૯ના વચગાળાના છે. કારણ કે સૂરિશ્રી વિ. સં. ૧૧૩૯ માં આ જગાએ કાળ ધર્મને પામ્યા હતા. જ્યારે લાડણીખીખીએ વિ. સ. ૧૧૭૫ના અરસામાં કપડવણજ શહેર રાહુના આરેથી ખસેડી-નવા કાટ બંધાવી આ જગાએ શહેર વસાવ્યું ત્યારે ત્યાંના જૈન શ્રેષ્ટીએ આ જગા વેચાણ લેઇ તે ઉપર જૈનપંચના ઉપાશ્રય અધાવી તેમાં સૂરિજીનાં પાદ (પગલાં) પધરાવ્યાં જે આજદીન સુધી મેાજીદ છે. હાલ તે જુના ઉપાશ્રયની જગાએજ મરામત કરાવી નવા બધાવ્યો છે પણ તેજ ગાદી અને તેજ પગલાં ઉપરજ (ઉપાશ્રયની લેવલ ઊંચી લેવાથી તેટલે ઊંચે) સૂરિજીનાં પગલાંની દેહરી બંધાવી છે, જે હાલ પંચના ઉપાશ્રયમાં હયાત છે. શ્રી અભયદેવસૂરિજીએ અધિષ્ટાતાદેવીની આજ્ઞાથી અને મદદથી નવણી ટીકા લખી છે. તેમની બનાવેલી ઘણી અગત્યની કૃતિઓ જેવી કે હરિભદ્રસૂરિજીના પાઁચાશક અને સોડષક પર ટીકા, શ્રી જિનભદ્રગણિના વિશેષાવશ્ચક ભાષ્ય પર ટીા વગેરે રચી જૈન શાસન ઉપર માટો ઉપકાર કરેલ છે. તેઓશ્રીને કાઢના રાગ થયેલે. તે રાગ નિવારવાના ઉપાય તરીકે અધિષ્ઠાત્રી દેવીએ તેમને શેઢી નદીને કાંઠે આવેલ થાંભણા ગામ નજીક ખાખરાના ઝાડ નીચે ભૂમિમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની નીલવણી પ્રતિમાજી છે. કે જેના પૂર્વે નાગાર્જુને રસરિદ્ધિ કરવામાં સધિયારા લીધા હતા, તે પ્રતિમાને આપ જઇને પ્રગટ કરી અને તેને પ્રક્ષાલ પૂજા કરી તે નવણુ તમે લગાડો એટલે તમારા કોઢ મટી જશે તેવી આજ્ઞા કરી. આમ સાંભળી સૂરિજી ત્યાં ગયા અને ‘જયતિહુઅણુ’ નામનું ખત્રીશ ગાથાનું Ôાત્ર બનાવી ઊચ્ચારતાં પ્રતિમાજી પ્રગટ થયાં, જે પ્રતિમાજી હાલ ખભાતમાં સ્થંભન પાર્શ્વનાથ'ને નામે સુપ્રસિદ્ધ છે. સૂરિજીએ કાળનું માપ કાઢીને આ મત્રીશ ગાથાના સ્તાત્રમાંથી છેલ્લી એ ગાથા ગોપવી. જેથી હાલ આ સ્તેાત્ર ત્રીસ ગાથાનું જ આપણને વારસામાં મળ્યું છે. આવા એક જૈન મહારથીની આ કાળ ભૂમિ હાવાથી કપડવણજ શેહેરને ગર્વ લેવાના અધિકાર છે. તેમજ ક્રુપડવણજની હસ્તિ તેમજ જૈના દશમા અને અગિયારમા સૈકામાં હતા તે પૂરવાર થાય છે. સૂરિજીના જન્મ ધારાપુરી નગરીમાં શ્રી મહીધર પિતા અને શ્રી ધનદેવી માતાજીના પેટે થા હતા. સોળ વરસની ઉમ્મરે તેઓએ શ્રી જિનેશ્વરસૂરિજી પાસે દિક્ષા ગ્રહણ કરી હતી. આવા અનેખા ભાગ્યવાળ કપડવણજ શેહેરમાં હાલમાં શ્રી અભયદેવસૂરિશ્વરજી જૈન જ્ઞાનમદિરના પાયા નંખાયા છે. ભાઈ વાડીલાલ મનસુખરામે રૂા. ૬૦૦૦૦)નું ટ્રસ્ટ કરી સૂરિશ્રીનું નામ કાયમ માટે તેની સાથે જોડી દીધુ છે. આ જ્ઞાનમદિર શ્રોત્રીવાડામાં શ્રી ચૌમુખજીના દેસાસરની માલિકીની જમીનમાં અધાવવામાં આવનાર છે.