SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकरण १५ मुं कपडवंज निवासी वसा नियमा वाणेज्यना हालना वतन विषे कईक हकीकत• સદ્ગત મહાસુખરામ સામાન્ય રીતે દરેક વ્યક્તિ દેશપરદેશની ભૂગાળ-પેઢાશ-વેપાર ને રાજકીય વિગેરે સ્થીતિ જાણુવા ઇન્તેજાર હાય છે. હાલની નિશાળામાં કઇંક અંશે તે હુકીકત શીખવવામાં આવે છે. પરંતુ પોતાના વતનની સ્થીતિ જાણવા માટે તે મેદરકાર રહે છે. આ એક અનુગતું વિધાન છે. આપણે કપડવંજ વિષે તે સારી રીતે માહિતગાર રહેવું જોઈએ. કપડવ’જની હાલની પાળા, મકાના, રસ્તા, જોવા લાયક સ્થળા ઈત્યાદિ પ્રત્યક્ષ દ્રષ્ટિગોચર છે માટે તે વિષે અત્રે ઉલ્લેખ કરવાની જરૂર નથી. કપડવંજના જુના ઇતિહાસનું કઈક દિગ્દર્શન ‘કપડવંજ શહેરનું ટુંકું વર્ણન એ નામની પુસ્તિકામાં આજથી ૪૫ વર્ષ અગાઉ નરસિંહરામ ભટ્ટે એમણે સંશાધન કરી મળી તેટલી હકીકત ભેગી કરી તે પુસ્તિકામાં છપાવી અહાર પાડી છે. તેમાંથી જાણવા જોગ હકીકતના ઉતારો આ પુસ્તિકાને છેડે પરીશિષ્ટ નં. ૨ માં આપ્યો છે. તે ઉપરાંત સને ૧૮૮૭ માં મુંબઈ સરકારે આમ્બે ગેઝીટીઅર”નું ભાષાંતર ‘ગુજરાત સર્વસંગ્રહ' નામનું પુસ્તક છપાવી બહાર પાડ્યુ છે તેના પૃષ્ટ ૪૫૩ માં કપડવ′જ વિષે હકીકત આપી છે તેની નકલ પરીશિષ્ટ નં. ૧ ના ૪થા પેરેગ્રાફમાં ઉતારી છે તે વાંચવાથી વધુ માહીતિ મળશે. એ ઉપરાંત તેમાં જે હકીકત નથી આવી તે માટે અને કેટલીક માધમ આપી છે તેની સ્પષ્ટ સમજુતી અર્થે આ નીચે વિવેચન કરવામાં આવ્યું છે, (૧) ‘ગુજરાત સર્વસંગ્રહ' લખે છે કે કપડવંજ જુના કાળથી વસેલું છે. પાંચસે'થી આઠસે વર્ષનાં જુના ઘા આજ પણ છે.' આ હકીકતને ખીજા સ્થાનથી પુષ્ટિ મળે છે. તા. ૩૦-૩-૪૫ ની તારીખે છપાવી પ્રસિદ્ધ કરેલેા ‘કપડવંજ નિખ ધ’ નામના લેખ તે જૈન આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજીના પટ્ટશિષ્ય મુનિ નિપુણ વિજયજીએ છપાવ્યા છે. તેમાં વિક્રમ સંવત્ ૧૧ મા ને ૧૨ મા સૈકામાં કપડવ’જમાં જૈન સાંપ્રદાયિક ધાર્મિક કાર્ય જેવાં કે ખાવન જીનાલયનું મંદિર, શેત્રુજય સુધીના યાત્રાસંઘ, અનમિખની પ્રતિષ્ઠા, સમસ્ત આગમાનુ લખાવવું, શ્રી વીરચિરત્ર રચાવવું, વળી શ્રી પાર્શ્વનાજીનું પ્રાકૃત ભાષામાં ચિત્ર રચાવવું વગેરે અનેકવિધ ધર્મ કાર્યાં શ્રેષ્ટિ ગોવર્ધન અને તેમના સુપુત્રા તથા પૌત્રા તરફથી કપટ વાણિજ્યમાં એટલે કપડવંજમાં થયાં હતાં. કપડવંજ ઘણું પ્રાચિન શેહેર અને જનાનું એક સુપ્રસિદ્ધ ધામ સદી પહેલાંથી છે. તેના એક. ખાસ નોંધવા લાયક દાખલે નવાંગી ટીકાકાર શ્રી. અભયદેવ સૂરિશ્વરજીના જીવન વૃત્તાંત ઉપરથી મળી આવે છે. સૂરિશ્રી કપઢ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy