SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે જન સંપ્રદાય આ ગામમાં પૂર બહારમાં હતું. તેનાં. રંગમાં આ આખી કેમ રંગાઈ, તે સમયના સાધુ સાવી અને શ્રાવક શ્રાવિકાઓએ આ સનાતની કેમને તત્વજ્ઞાનથી, વ્યાપારાદિ સગવડથી અને બીજી રીતે મૈત્રી સંબંધથી, બહાર કંટાળીને કે ત્રાસના માર્યા આવેલા, મદદની પૂરેપૂરી ભૂખવાળા આવેલાઓને તે સમયના જન સંપ્રદાયી ચતુર્વિધ સંઘે ઉપર જણાવ્યું તેવી રીતની વાનીએ પીરસી તેમને તૃપ્ત કરી શ્રાવક ધર્મમાં રંગ્યા. આ જૂના અને નવા સઘળા નીમાવણિક મહાજનના પિતાની વૈશ્ય જાતિના પરોપકારી અને ધાર્મિક પ્રેમવૃત્તિના સદ્દગુણના જુના સંસ્કારે અહીં અનુકુળતા મળતાં જાગૃત થયા. સૌથી પ્રથમ શ્રી ચિન્તામણજી પાર્શ્વનાથ પ્રભુની હાલની પ્રતિમાજીની સ્થાપના કરી. પ્રતિષ્ઠા કરાવનાર તે સમયના પુજ્ય મુનિ મહારાજે એવાં વચન ઉચ્ચારેલાં કે આ પ્રતિષ્ઠાના મુહુર્ત સમયમાં એક પળને વિલંબ થય અગર એક પાયે સહેજ ખ, જે આવી રીતે ન થયું હોત તે કપડવંજ વિશા નીમા વણિક મહાજનની સ્ત્રીઓ સેના રૂપાના બેઢે પાણી ભરત. હવે તે ત્રાંબા પિત્તળને બેઢે પાણી ભરશે, એ નિઃશંક છે. આવી વાત કહેનારા ઘરડાઓએ પ્રતિષ્ઠા સમયે જાતે સાંભળેલી એમ તેઓ કહે છે. હાલમાં કપડવંજમાં આઠ દેરાસર છે. તેમાં આ દેરાસર પ્રમાણમાં સાંકડું છે. છતાં ઘણુક શ્રાવક શ્રાવિકાઓ યજન, પુજન, દર્શન માટે અહીં વધારે પ્રમાણમાં આવે છે. અહીંના વીશા નીમા વણિકના ઘણા ભાગની વ્યક્તિઓ એમ માને છે કે શ્રી જિજ્ઞાનિગ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા કર્યા પછી કંઈક સુખ સમૃદ્ધિને ઉદય થયો. વ્યાપારી અને શેઠીઆની હરોળમાં આવ્યા. એટલું જ નહીં પણ બીજી વણિક જ્ઞાતિઓમાં અગ્રેસર પદે આવી આપણ નાતના શેઠીને ત્યાં “નગરશેઠાઈ પણ આવી. આ સઘળી જાહોજલાલીની શરૂઆત કર્તા શ્રી વિતામાળાનાથ પ્રભુની સ્તુતિનું અષ્ટક સંસ્કૃતમાં તેમજ ગુજરાતીમાં આ પુસ્તકના અગીઆરમા પ્રકરણમાં મુકયું છે જે ભાવિક શ્રાવક પ્રાતઃસ્મરણમાં તેનું પાન કરી કૃતાર્થ થશે. કપડવંજમાં આપણી જ્ઞાતિને આવવાને સમય તેરમા સૈકાની શરૂઆતના હતો તેથી વિ. સં. ૧૨૭૫માં આબુ ઉપર દેવસ્થાની પ્રતિષ્ઠા મહોત્સવમાં કપડવંજ અને ચાંપાનેરમાંથી નીમા વણિકે ગયા હતા અને ત્યાંથી હા અને વોરા એવા બે ભેદ પડ્યા તે આખી નીમા વણિક મહાજન જ્ઞાતિને માટે સ્વીકારી લાવ્યા હતા, અને પિતે વીરા એટલે વિશે વશા પુર્ણ એટલે પુરેપુરા ડાહ્યા એવું પદ સ્વીકારી પિતાને વતન પાછા ફર્યા હતા. એટલે વિ. સં. ૧૨૭૫ પહેલાં જે નીમા વણિક હતા તે તે સાલ પછી વિશા નીમા વણિક થયા ને તે કપડવંજમાં સ્થાયી થયા. કપડવંજમાં સઘળા વિશા નીમા વણિક જ છે. કોઈ દશા નીમાની વસ્તી જ નથી. આ કપડવંજ વીશા નીમા શરૂઆતથી એટલે કપડવંજમાં વસ્યા ત્યારથી જૈન સંપ્રદાયી હતા. ને તેથી જ વસ્તુપાળ તેજપાળનું
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy