SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્ત ગુજરાતમાંના જૈન સંપ્રદાયીઓને આમંત્રણ હતું તે રૂઈએ આપણું કપડવંજ અને ચાંપાનેરી નીમા વણિક જૈન સંપ્રદાયી હોવાથી તેમને પણ આમંત્રણ હતું અને તે આમંત્રણને માન આપી તેઓ આબુ પ્રતિષ્ઠા મહોત્સવમાં ગયા હતા. (જુઓ શ્રીમાળી વાણિઆઓને જ્ઞાતિ ભેદ પુસ્તકનું પૃષ્ઠ ૧૬૩) વળી આપણુ કપડવંજી નીમા વણિઆ કપડવંજમાં આવ્યા તે અગાઉ, કપડવંજ જે રાહના આરે વસેલું હતું તેમાં જન સંપ્રદાય સારી જાહોજલાલીમાં હતા. ને ગોવર્ધન શ્રેષ્ઠી અને તેમના વંશજના પૂર્ણ કાર્યોનું જ્ઞાન આપણને પાછલા પ્રકરણમાં મળ્યું છે તે છતાં તેનું જ્ઞાન સારી રીતે જાણવાને માટે “કપડવંજ નિબંધ” એવી પત્રિકા હાલમાં છપાઈ બહાર પડી છે તેને અક્ષરશઃ નકલ આ નીચે ઉતારી છે. “શ્રી રાંદ નિr ર”િ આ પુસ્તક સંવત્ ૧૧૩૯ જેઠ સુદ ૩ છત્રાવલી (છત્રાલ) નગરમાં ગુણચંદ્રગણું સાધુએ રચ્યું છે. માધવ નામના લહીઆએ લખ્યું છે. તે શ્રી સુરત મધ્યે દેવચંદ લાલભાઈએ છાપ્યું છે તેમાં કપડવંજની હકીકત છે. આ પુસ્તકને છેડે સારપે કપડવણજ નિબંધ વિષે લખાણ કરી પરિશિષ્ટરૂપે છાપ્યું છે તેનું મથાળું કપડવંજ નિબંધ રાખ્યું છે તેની આ નીચે નકલ છે. – નકલ – પરમેશ્વર પાર્શ્વનાથનું ચરિત્ર જેમણે પુજ્યપાદ દેવભદ્ર સુરિવર પાસે રચાવ્યું તેમના વંશનાં ધર્મકાર્ય પ્રગટ કરવાને માટે આ નિબંધ પ્રગટ કરવાની જરૂરિઆત પડી છે. તેથી કપડવંજમાં થઈ ગયેલ શ્રેષ્ઠિ ગવરધનનું અને તેમનાં વંશનું ધર્મકાર્ય નિરૂપણ પુજ્ય દેવભદ્રાચાર્યે રચેલી વરચરીય અને પાસનાહ ચરીયની પુસ્તિકાથી કરાય છે. કપડવણજ નગરમાં અગીઆરમા સૈકામાં પુન્યાત્મા ગવર્ધન નામે શેઢીએ થયે, જે શ્રી જીવદેવ સુરીશ્વરના શિષ્ય સિદ્ધતિક્ત વિશિષ્ટ સંજમનાધારક ગુણવંત ગાંભિયાદિ ગુણેથી જગતમાં અદ્વિતીય એવા વાયડ ગરછીય શ્રી છનદત્ત સુરીશ્વરજીથી બેધ પામ્યા અને વાયડ કુળમાં જયપતાકા સમાન બન્યું, જેણે નંદીશ્વર જેવા મનવાળા ભવ્યજનોને દર્શન કરાવવા માટે વાસુપુજ્ય ભગવાનનું એક મહાન બાવન જિનાલયનું ઉંચું ચૈત્ય કપડવંજમાં અગીઆરમાં સૈકામાં બનાવ્યું. તે ધર્મશાળી પરમ શ્રાવકને ગુણીઅલ અને ધર્મકાર્યમાં સહાય કરવાવાળી સેઢા નામે ભાર્યા હતી અને અગણિત ગુણાના ભાજન ચાર પુત્ર હતા. પહેલે અwય બીજો વિ ત્રીજે ગગનાન અને થે ગમન નામે હતા, એ ચારે પુત્રે નવિનય, સત્ય, ધર્માર્થ અને શીલગુણોથી ભુષિત હવાથી લેકને દેખવા માત્રથી યુધિષ્ઠિર આદિ પુરૂષની સદરહણ
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy