SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ તે અને તેમનાં બાળકે ને યુવક યુવતિઓમાં ઉપર ગણાવ્યા છે તેવા સદગુણો ઓસરતા જાય છે. અને ધાર્મિક તત્વજ્ઞાન સમજવાની અશક્તિ કે બેદરકારીને લીધે મિથ્યાધર્માધપણું વધતું જાય છે. આના પરિણામ હાલ મહુધા અને લુણાવાડામાં પ્રત્યક્ષ કુટી નીકળ્યાં છે. આ બે ગામમાં વિશાનીમાની વસ્તી છે. તેમાં શ્રાવક અને વૈષ્ણવ એવા બે ધાર્મિક તફા છે. આજથી પચીસ ત્રીસ વર્ષ અગાઉ આ બને તફાનાં કુંટુબે કેઈપણ જાતને ભેદભાવ રાખ્યા વિના લગ્ન સંબંધ અને ખાનપાનને સંબંધ રાખતા હતા. તે માત્ર એક નજીવા કારણે, જે લખતાં પણ શરમ આવે છે એવાં એટલે બહારગામ જંત્રી કે કાળોત્રી લખવામાં વૈષ્ણવે કહે છે કે “જેગે પાળ લખે અને શ્રાવકે કહે છે કે જુહાર કે ઝવાર લખે. આ તકરારે મોટું સ્વરૂપ લીધું અને સંકુચિત મનવાળા વિધસંતેષી વ્યક્તિઓને બને પક્ષને જુદા પાડી દુઃખી કર્યા છે. કે તે જાતે દુઃખી થયા છે, આથી મહુધાવાળા વૈષ્ણવોને લુણાવાડા અને લુણાવાડાવાળાને મોડાસા રામપુર ઈત્યાદિ જવું પડે છે અને શ્રાવકને મહુધા-ગોધરા-કવડવંજ-કાનમ-વિગેરે સ્થળે ફરવું પડે છે. આ સ્થીતિ બને પક્ષના સમજુ મનુષ્યને બહુ અસહ્ય છે. આવા અસહ્ય દુઃખનું નિરાકણું કરે તેવા જ્ઞાતિસેવક ઉપર પ્રભુકૃપા ઉતરે અને તેને પ્રેરણા બળ અને સમજાવવાની શક્તિ આપે તેજ આ કામ થાય. આ બાબતમાં બન્ને પક્ષના ધર્માચાર્યો પણ મિથ્યા મમત્વ મૂકી દઈ ગૃહસ્થાશ્રમના કુળધર્મમાં આ બાધ લાવો એ એક પાપ કર્મ અને નિંદીત કર્મ છે એવું પ્રતિપાદન કરી ઉપદેશ આપે તે એક ધર્મકૃત્ય કર્યું ગણાય. જ્યાં એક ગામના સગાવહાલા વિશાનીમામાં આ મુશ્કેલી આવી છે. તેવામાં દશા અને વિશાનીમા એ બે જથાને એક કરવાની વાત કરવી એ આકાશ કુસુમવત્ છે. આજથી ત્રણ વર્ષ ઉપર વિશાનીમા જૈન સંમેલનના સંચાલકે લુણાવાડા ગયા હતા ત્યાંના વૈષ્ણવ વીશા નીમાઓએ એકંદર વીસ્તાનીમા વાણિઆનું સંમેલન કરવા વિનંતિ કરી હતી પરંતુ તે સમયે સંચાલકએ વિચાર કરવા ઉપર રાખી તે વાત વેગળી કરી હતી. કારણ કે હાલની વિઘાતક કેળવણીથી પિષયેલા સઘળાઓ ધમધપણુથી અને મિથ્યાત્વના દેષથી રંગાયેલા છે. જેથી એકદમ આ દુઃખ મટવું કઠિણ છે. છતાં લેખક આ તકને લાભ લેઈ સી સુજ્ઞ વશાનીમા વ્યક્તિઓને સાદર વિનંતિ કરે છે કે આ વિશાનીમાના તાત્કાલિક પડેલા ભેદને તે જેમ બને તેમ જલદી સાંધે તેમાં જ આખી કેમનું ભલું છે ને શોભા છે, ધાર્મિક સ્થીતિ અહીંના વિશાનીમાની સમગ્ર નાત તપગચ્છના જૈન શ્વેતાંબર મુર્તિપુજક સંપ્રદાયની છે. તેઓ કપડવંજમાં તેરમા સૈકાની શરૂઆતથી આવવા માંડયા તે
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy