SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ ઉંચા કે નીચા નથી. કેઈ કુલિન કે કઈ કલંક્તિ નથી. વીશા અને દશા એ બને નાત-શેત્ર-કુળ-તેમનાં દેવ દેવીએ તેમના વ્યવહારિક સંબંધ અને રિવાજે-ધંધા એ વગેરે સઘળું એક જ છે. માત્ર એમાં નામનાજ ભેદ છે. પરંતુ લગભગ સવા સાતસે વર્ષથી આ ભેદ વડે જુદા પડી ગયા છે. તેથી બે તડ એક થવા અશક્ય છે. હાલના જમાનામાં ગૃહસ્થાશ્રમીને જોઈતી સંતતિ અને સંપત્તિની બને પક્ષોમાં સારી રીતે છૂટ છે. એટલે કેઈને કેઈની જરૂર પડતી જણાતી નથી. નાતના જન્મની શરૂઆતમાં બંધારણ ઘડનારા અને તેને અમલ કરાવનાર વર્ગ જેને અત્યારે પટેલઆ–આગેવાન–પ્રમુખે-પ્રેસિડેન્ટ વિગેરે નામથી ઓળખાય છે. તેવા આગેવાનોની પાસે નાતના માણસે ઉપરની સત્તા અને શેહમાં રહી હાજી હા કહેનારાને જ વધારે હોવાથી સત્તાને દર વધારે ચલાવતા હોવા જોઈએ. તે સત્તાને દર કેટલાકથી સહન ન થઈ શકવાથી તેમની સત્તા ના કબુલ કરી જુદા પડયા, ત્યારે આ મૂળ સત્તાધારીઓએ પિતે પિતાને “વીરોવરાશુટું' એટલે સંપૂર્ણ ડાહ્યા એવું ઉપનામ પિતે ધારણ કરી સામા થનારને કર્ષાય એટલે અડધા ડાહ્યા એટલે દશા એવું ઉપનામ આપ્યું. સત્તાનાં જુલમથી કંટાળેલાઓએ આવાં ઉપનામ વિગેરેની બાબતમાં મુંગા રહ્યા એટલે મૂળ સત્તાધારીઓએ નનિધિ તુમતિ એ ન્યાયે પિતે વીશા અને જાદા પડયા તે દશા એ નિશ્ચયપણે પ્રચલિત કર્યું. હાલના પ્રત્યક્ષ દાખલાથી સમજાય છે કે કપડવંજમાં દશા પિરવાડ વાણિઆ વૈષ્ણવ સંપ્રદાયી છે. તેમની નાતમાં આગેવાન ગણતા દેશાઈ, શેઠ, તેમના બીજા ક્ષતિવાળાઓ કરતાં મનુષ્યને જ નાતના વહીવટને કબજે, આગેવાપણું, તથા તે પ્રમાણમાં ધન વૈભવ પણ વધારે, આ બધાથી આકર્ષાઈ તેમને કન્યાઓ વધારે છુટથી મળવા માંડી આથી તેમનામાં જાતિમત્સર એટલે મિથ્યાભિમાને પ્રવેશ કર્યો. જેથી કન્યા આપવા આવનારને અને આવેલી કન્યાને તિરસ્કાર થવા લાગે આથી કેટલાક સ્વમાની તેમના જ જ્ઞાતિ ભાઈઓએ પિતાપિતાની સરખી લાયકાતવાળાને જથ્થો બાંધી આ મિથ્યાભિમાનીઓથી જુદા પાડ્યા. ને તેમને કન્યાઓ આપવી બંધ કરી. આ જથ્થો હાલમાં એકડીયા તરિકે ઓળખાય છે. ને આ જથ્થામાં નહીં તેવા બગડીયા એવું નામ તેમણે સ્વીકારી લીધું છે. આ બંને જથાના દેવમંદિરે, નાતવરાને તેનાં બંધારણ તેમની ધર્મશાળાઓ, તેમના કળાચાર, તેમના કુળગર એ બધું એકજ છે. માત્ર લગ્ન સંબંધ જ નહીં. આ પ્રમાણે વીશા અને દૃશા એ બે ભેદના નીમા વણિકે તે સઘળી બાબતમાં એકજ છે. માત્ર લગ્ન વ્યવહાર નથી એટલી જુદાઈ. એક તદ્દન નજીવા કારણે બે ભાઈ જુદા પડયા તેની પાંત્રીસ પાંત્રીસ પેઢી થઈ ગયા છતાં એક થવાને કઈ વિચાર સરખે.
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy