SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સકળ સગુણ સંપન્ન મનુષ્ય તે વીશ વશાને માણસ ગણાય. બેસતા વર્ષે સાર પત્રિકામાં જેશી મહારાજે પદાર્થોના વત્તા ઓછાનું માપ વશાથી નકકી કરે છે તે સર્વેને માલમ છે મતલબ કે વીશ વશાને મનુષ્ય એટલે પૂરેપૂરો ડાહ્યો. એનાથી જેટલું ડહાપણું ઓછું તેટલા તેના વશા ઓછા. આવી રીતની અંક સંજ્ઞા ઘણું જુના કાળથી ચાલી આવી છે. તે હિસાબે વરશા એટલે પૂરેપૂરા ડાહ્યા, એવો અર્થ થયે. હવે એમને વરશા પદ બીજી પ્રજાએ આપ્યું કે પિતે પસંદ કર્યું? તે સહજઐતિહાસિક પ્રમાણેથી જેવું જોઈએ. (૧) ગુજરાત સર્વસંગ્રહ નામના પુસ્તકના પૃષ્ઠ ૮૨ માની કુટનેટ નં. ૧માં લખે છે કે જ્યારે મૂળ જ્ઞાતિમાંથી કેટલાકે કંટાઈ નવાં કુળ સ્થાપ્યાં ત્યારે જુના કુળે પિતાને વીશા (વિશે શુદ્ધ) અને નવાને આછા શુધ્ધ ગણી દશા કહ્યા. વળી વીશામાંથી કે દશામાંથી ફંટાઈ થડે જથ્થો જુદો પડ્યો તે “પાંચા” કહેવાયા. વાણિઆની બધી નાતમાં આ પ્રજ્ઞા અને વીશાનો ભેદ છે, માત્ર કળ “વાણિઆમાં નથી.” (૨) વળી એજ પુસ્તકના ૮૨ મા પાનામાં લખે છે કે એસવાળ, નીમા, શ્રીમાળી એ શ્રાવકમાં વીશા વર્ગની સંખ્યા મોટી છે. અને ઝાળા, દિશાવાળ, નાગર, નીમા, પિરવાડ, લાડ, શ્રીમાળી એ કંઠી બંધા (વૈષ્ણવ)માં ને પિરવાડ શ્રાવકમાં દશાવર્ગની સંખ્યા મોટી છે. (૩) “શ્રીમાળી વાણિઆના જાતિભેદ” નામના પુસ્તકને ૧૬૧ મે પૃટે પહેલા પેરેગ્રાફને ઉતારે “હમણાં દશ વર્ષ ઉપર પ્રગટ થયેલ “જન સંપ્રદાય શિક્ષા” નામના ગ્રંથમાં વસ્તુપાલ તેજપાલ સંબંધી હકીકત લખતાં પુટનેટમાં આ પ્રમાણે લખે છે “ઈન્ડીકે સમયમે દશા એર વા એ દે તડ પડે છે જીનકા વર્ણન લેખકે બડ જાનેકે ભયસે યહાં પર નહીં પર કર શકતે હૈ!આમ કહીને એ અણગમતે વિષય ટુંકમાં પતાવી દીધો છે. (૪) આ સિવાય પાછળના પ્રકરણમાં જણાવ્યું છે કે સંવત્ ૧૨૭૫માં આબુ ઉપર પ્રતિષ્ઠા મહોત્સવ થયે તેમાં સઘળા વાણિઆને સંઘ ને તેમાં અમુક બાબતમાં મતભેદ પડવાથી વીશા અને દશા એવાં બે તડ પડયાં આ તડ વાણિઆ જાતની સઘળી નાતમાં કાયમના ભેદ થઈ બે ભાગમાં વહેંચાઈ ગયા. આ વિષય બહુ ચર્ચાસ્પદ છે પરંતુ અહીં તેના વિષે યથાસ્થિત વિવરણ કરવાનું આ સ્થાન નથી. ટુંકમાં તાત્પર્ય એ છે કે વીશા અને દશા એ એકજ : નાતના બે ભાગ (તડ) છે. માત્ર અમુક મમત્વને લઈને બે ભાઈ જુદા પડે તેથી તે સગાઈમાંથી મટી જતા નથી. “ગુજરાત સર્વ સંગ્રહના પૃષ્ટ ૮૨ માંની ફુટનોટને અભિપ્રાય અમને વાસ્તવિક લાગે છે. તે લખે છે કે આ બે ભેદમાંના
SR No.032630
Book TitleVishanima Vanik Gnatino Itihas
Original Sutra AuthorN/A
AuthorMahasukhram Prannath Shrotriya
PublisherVadilal Mansukhram Parekh
Publication Year
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy