________________
સ્વર્ગ-નરક વૈક્રિય ભૂમિઓ છે. આપણે જ આચરેલું આપણને મળે છે.
મરવાથી દુઃખથી છૂટી શકાતું નથી. પ્રાયશ્ચિત્તથી જ દુ:ખથી છુટી શકાય.
એક મોટરનું પાપ પણ અનાલોચિત હોય તો નરકે લઈ જઈ શકે.
વૈક્રિય શરીરની પીડા તીવ્ર હોય છે. કારણકે બેહોશી થતી નથી. શરીર તુટતું નથી.
અહીં જે સુખ આપે છે, તેને ભવાંતરમાં સ્વર્ગમાં અનેકગણા સુખો મળે છે. આપણે સુખ-દુ:ખ બન્નેથી પર થઈ મોક્ષમાં સ્થિત થવાનું છે. સંસારનું સુખ હિંસા પર ઉભેલું છે.
પાપમાં જેટલી મજા વધુ તેટલી સજા વધુ ! પાપમાં જેટલો પશ્ચાત્તાપ વધુ તેટલી મજા ! - સ્વર્ગ છે તો નરક છે જ, પ્રકાશ છે તો અંધકાર પણ છે જ, તમે માનો છો કે નરક નથી, પણ માની લો કે નરક નીકળી તો શું કરશો ? તમારી માન્યતાથી કાંઈ “અસ્તિત્વ નાસ્તિત્વમાં બદલાઈ નહિ શકે, “તું” “નહતું” નહિ થાય.
- પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કલાપૂર્ણસૂરિજી
એક કલાકથી વડોદરાના વિદ્યાર્થીઓએ જે દૃશ્ય દેખાડ્યું, એ જોયા પછી જેના કારણે નરકમાં જવાય તે કારણો તો ટળવા જ જોઈએ. નરકના ચાર દ્વારોમાં પ્રથમ જ દ્વાર રાત્રિભોજન છે. એનો ત્યાગ કરજો. કંદમૂળ ભક્ષણ, પરસ્ત્રીગમન, બોળ અથાણું વગેરેનો પણ ત્યાગ કરજો. પંચેન્દ્રિયની હત્યા તો ન થવી જોઈએ. પણ હત્યાનો વિચાર પણ ન આવવો જોઈએ. એવા યુગમાં આપણે જમ્યા છીએ જ્યાં દવાના નામે પણ ઝેર (જીવોને મારવાનું) વપરાય છે. કીડી વગેરેને મારવા માટે, જંતુઓને મારવા વપરાતા ઝેર કંઈક અંશે માણસને પણ નુકશાન કરે જ. ધર્મી આત્મા આવી દવા (ઝેર) ન જ વાપરે.
૨૦ વર્ષ પહેલા અહીં પાલીતાણામાં સૂયગડંગ સૂત્ર વાંચેલું. તેમાં નરકનું વર્ણન હતું. એ વાંચતાં હૃદય કંપી ઊઠે !
#
#
#
#
*
*
*
*
*
*
* ઝ
૫૫