SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ચારમાંથી નરક પણ એક ગતિ છે. ચાર ગતિના ચક્કરમાંથી બચવા જ ધર્મની આરાધના કરવાની છે. મહારંભ, મહાપરિગ્રહ, પંચેન્દ્રિય હત્યા, માંસાહાર - આ નરકના કારણો જાણી તેનો ત્યાગ કરજો. મોટા કારખાના વગેરે નહિ ખોલો તો ઉદ્યોગપતિ કદાચ ન બની શકો, પણ ધર્મી તો બની જ શકશો. - પૂજ્ય હેમચન્દ્રસાગરસૂરિજી ઃ કોઈ આત્મા વૈરાગ્ય ન પામે ત્યારે તેનો મિત્રદેવ અહીં આવી નરકના દુઃખો બતાડે. અત્યારે દૃશ્ય કલ્પિત લાગતું હોય, પણ શાસ્ત્રીય પદાર્થનું દર્પણ છે. ઉમાસ્વાતિજીએ કહ્યું : મહાઆરંભ, મહાપરિગ્રહ નરકનું કારણ છે. ઘરમાં એવી સામગ્રી ખડકી છે કે જેમાં પડદાની પાછળ મહારંભ - પરિગ્રહ હોય. T.V, ફ્રીજ, મોટર વગેરે ક્યારે ચાલે? તેની પાછળ મોટા કતલખાનાઓ ચાલે છે તે જાણો છો ? જેની ના પાડી છે તે કર્માદાનોની પાછળ આજે જૈનો દોડી રહ્યા છે. પૂ. આચાર્યશ્રી તેનાથી અટકાવે છે. માખી-મચ્છર-માંકડની દવા વાપરતા હો તો તમે જૈન રહી જ શકતા નથી. બધા જ બાધા લઈ લો. બિચારી બુદ્ધિ ! હું ચૈતન્ય સ્વરૂપ છું તેનું અનુભવ-પ્રમાણ બુદ્ધિ પૉદ્દગલિક હોવાથી કેવી રીતે કરી શકે ? હું ચૈતન્ય સ્વરૂપ છું. મને જન્મ, મરણ, રોગ, શોક નથી તેવું બુદ્ધિમાં ઉતરતું નથી અને આત્મજ્ઞાનમાં વિશ્વાસ નથી. તેથી મનુષ્યના દુ:ખો પણ ટળતા નથી. ૫૬ = = = * * * * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy