SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ પણ પરોપકારથી અટક્યા નથી. જીવોથી વિરક્ત નથી બન્યા. ભગવાનમાં વીતરાગતા છે, તેમ વાત્સલ્ય પણ છે. પરસ્પર વિરુદ્ધ ધમાં પણ ભગવાનમાં છે. વસ્તુ નો સ્વભાવ અનંતધર્માત્મક જ છે. તે જ પ્રમાણભૂત મનાય. “વસ્તુ અનંત સ્વભાવ છે, અનંત કથક તસુ નામ.” - પૂ. દેવચન્દ્રજી. ભગવાન સિવાય આવું તત્ત્વ કોણ જણાવે ? ભગવાને અર્થથી, ગણધરોએ સૂત્રથી બનાવેલી દ્વાદશાંગી મળી તે આપણો મહાપુણ્યોદય છે. આજે દેખાતા દેશ્યથી કોને આનંદ ન થાય ? ધ્યાનને પ્રેકટીકલ બનાવવાની જરૂર છે. આજે ધ્યાનના નામે એવા પ્રયોગો ચાલે જેને ધ્યાન કહેવાય કે કેમ? તે સવાલ છે. માટે જ હું “ધ્યાન-શિબિર' શબ્દનો વિરોધી છું. આપણે ત્યાં, ધ્યાન ન ધરીએ તો અતિચાર લાગે - તેવું વિધાન છે ! પણ હરામ છે : આપણે કદી ધ્યાન ધર્યું હોય ! ધ્યાનથી ભડકીએ છીએ, પણ સાધુ-જીવન જ ધ્યાનમય છે, એ આપણે જાણતા જ નથી. “ત્રિય સર્વાપિ વિન્મથી' અપ્રમત્ત સાધુની દરેક ક્રિયા ચિન્મય-જ્ઞાનમય છે. માટે જ એ ક્રિયા ધ્યાન-વિદ્યાતક નહિ, પણ ધ્યાન-પોષક છે. જ ધર્મ-ધ્યાન ન હોય તો આર્નાદિ ધ્યાન રહેવાનું જ. આજે સ્થિતિ એવી થઈ છે : લોકો આક્ષેપો કરે છે : જૈનોમાં ધ્યાન નથી. એનો જવાબ આપવા માટે જ આનું આયોજન થયું છે. સુવિહિત મુનિની ચર્ચા ન કરીએ તો દોષ લાગે. મનને કેન્દ્રિત કરવાના પ્રયત્નો તો આપણી આવશ્યક ચીજ છે. છ આવશ્યકોમાં શું છે? જીવનભર સમતામાં રહેવું તે સામાયિક. આ સામાયિકની પ્રતિજ્ઞા ચતુર્વિધ સંઘ સમક્ષ આપણે લીધેલી છે. વિષય-કષાયથી તપ્ત છું. હવે મારે સમતાના સરોવરમાં ઝીલવું છે. આવી ભાવના જાગે તે જ સાચું સામાયિક કરી શકે. સમતા માનીએ તેટલી સરળ નથી. એને મેળવવા બાકીના પાંચ આવશ્યકો છે. ૨૪ * * * * * * * * * * = કહે,
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy