SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ આ મારા-તમારા આવશ્યકો નથી, ગણધરોના છે. चिन्ताभावनापूर्वकः स्थिराध्यवसायः ध्यानम् । ધ્યાનવિચાર. - ધ્યાનના ભેદો માત્ર અમુક જ નથી, જેટલી જેટલી મનની અવસ્થાઓ છે તેટલા ધ્યાનના પ્રકારો છે. ધ્યાન વિના કેવળજ્ઞાન ન મળે. ધ્યાનને સિદ્ધ કરવો છે, એવો સંકલ્પ કરીને જ અહીં આવજો. ભૂમિકામાં જ ટાઈમ ન જાય માટે હું ટૂંકમાં કહેવા માંગું છું. પૂજ્ય યશોવિજયસૂરિજી ઃ પ્રકાશો, કાંઈ વાંધો નથી. પૂજ્યશ્રી : પહોંચવું છે પ્રભુ પાસે. પ્રભુ પાસે પહોંચવા સમતા જોઈએ. સમતા મેળવવી હોય તો ચઉવિસત્થો, ૨૪ તીર્થંકરોને પકડો. સામાયિક પછી ચઉવિસત્થો આવશ્યક છે. આ ક્રમ ભગવાનની હાજરીમાં ગણધરોએ ગોઠવેલો છે, તેનો ખ્યાલ છે ને ? ૨૪ તીર્થંકરોને જે નમે, તેમનું જે કીર્તન કરે તેની જ સાધના સફળ બને, એની પાછળનું આ રહસ્ય છે. માત્ર આપણા પુરુષાર્થથી આ સમતા ન જ મળે. એ જ સમજવાનું છે. સામાયિક-સમતા સાધ્ય છે. જીવનભર મહેનત કરીશું ત્યારે આ મળશે. શ્રુત, સમ્યક્ અને ચારિત્ર સામાયિકના આ ત્રણ પ્રકારો છે. આ કોણ આપે ? ધર્મ. દેવ દર્શન, ગુરુ જ્ઞાન અને ધર્મ ચારિત્ર આપે. સામાયિક ચારિત્રરૂપ છે. ચવિસત્થોમાટે લોગસ્સ છે. એ પર એક પુસ્તક બહાર પડ્યું છે. વાંચશો તો સમજાશે. ચવિસત્થોને લાવવા વાંદણા વગેરે આવશ્યક જોઈએ. કોઈ ન હોવા છતાં વાપરતાં પહેલા વાપરું’ બોલવાની આદત છે. પૂ. કનક-દેવેન્દ્રસૂરિજીનું જોઈને અમે કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * ** ૨૫
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy