SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ચિંતામણિ માટે કોઈ જીંદગીભર ભટકતો હોય ને માણસ ભરવાડના હાથમાં ચિંતામણિ જુએ તો તેને કેવું લાગે ? ચિંતામણિ જેવો ધર્મ આપણા હાથમાં છે. આપણે ભરવાડ નથી ને ? ભરવાડને કહેવામાં આવે : “આ ચમકતા પત્થરને તું શું કરીશ ?” એ કહેશે : “છોકરાને રમવા આપીશ.” ધર્મ-ચિંતામણિનો આવો ક્ષુલ્લક ઉપયોગ આપણે નથી કરતા ને ? આવી સામગ્રી મળી, એના પુણ્યના શા વખાણ કરવા? હેમચન્દ્રસૂરિજી જેવા શ્રાવકપણાની પ્રશંસા કરે છે. તમે અને ઈન્દ્ર બન્ને એક-બીજાનો સોદો કરવા તૈયાર થઈ જાવ તો ઈન્દ્ર તૈયાર થઈ જાય. સમૃદ્ધિ-હીન પણ શ્રાવક-જીવન ઈન્દ્રને ગમે છે. જ્યારે તમને ધર્મ-હીન પણ ઈન્દ્રાસન ગમે છે ! ધર્મ સામગ્રીની દુર્લભતા જણાતાં ભાવોલ્લાસ સતત વધતો રહેશે. ભગવાનની પૂજાનું તાત્કાલિક ફળ આ જ છે : ચિત્તની પ્રસન્નતા. अभ्यर्चनादर्हतां मनःप्रसादस्ततः समाधिश्च । ततोऽपि निःश्रेयसमतो हि तत्पूजनं न्याय्यम् ॥ - ઉમાસ્વાતિ. શુદ્ધ આજ્ઞાનું પાલન તે ભગવાનની પ્રતિપત્તિ પૂજા છે. મળેલા આ ધર્મ-ચિંતામણિને વાતોમાં, નામની કામનામાં ખોઈ ન નાખીએ, તે અંગે સાવધાન રહેવાનું છે. ચાર કે દસ સંજ્ઞામાં કોઈ સંજ્ઞા પકડી ન લે તે જોવાનું છે. પ્રભુ જ એનાથી આપણને બચાવી શકે. યોગનું શુદ્ધ બીજ પ્રભુના અપાર પ્રેમથી જ મળે છે. બીજ પ્રાપ્તિ પણ પ્રભુના અપાર પ્રેમથી જ થાય. બીજનો વિકાસ પણ પ્રભુના અપાર પ્રેમથી જ થાય. વાવણી પછી ખેડૂત ખેતરની દેખરેખ કરવાનું છોડી દે તો શું થાય ? અત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે : ક્યારે વરસાદ આવે ! ધર્મ-બીજમાં પણ ગુરુ ભગવંતની વાણી-વૃષ્ટિ જરૂરી છે. ૨: * * * * * * * * * *
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy