SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ નંદ મણિયાર મહાન શ્રાવક હતો, પણ ભગવાનની વાણીવૃષ્ટિ ન મળી, ગુરુનો સમાગમ ન મળ્યો તો વાવ વગેરે બનાવીને વાહ-વાહમાં પડી ગયો. મરીને દેડકો થયો. એ તો ઠીક થયું કે દેડકાના ભાવમાં ભગવાન મળી ગયા ને તેનો ઉદ્ધાર થઈ ગયો. નહિ તો શું થાત ? ભગવાનને દૂર કરવાથી નંદ મણિયાર દેડકો થયો. ભગવાનને નમસ્કારના ભાવ માત્રથી દેડકો દરાંક દેવ બન્યો. ધર્મ-બીજની વાવણી પછી સંભાળ રાખવામાં ન આવે તો આગળનો વિકાસ દુર્લભ બની જાય. હું મારી જ વાત કરું. માણસોની એટલી ભીડ કે હું મારા માટે ૫-૧૦ મિનિટ નથી કાઢી શકતો. ઘણીવાર થાય : હું શું આપીશ ? મારી પાસે શું છે ? છતાં વિચાર આવે : મને ભલે કાંઈ નથી આવડતું. મારા ભગવાનને તો આવડે છે. એ સાથે છે. પછી શી ચિંતા ? “પણ મુજ નવિ ભય હાથો-હાથે, તારે તે છે સાથે રે.' - પૂ. ઉપા. યશોવિજયજી. સાચું કહું છું : હમણાં જ ભગવતીનો પાઠ મહાત્માઓને આપીને આવ્યો છું. શું કહીશ ? તે જરાય વિચારીને નથી આવ્યો. ભગવાન ભરોસે ગાડી ચલાવું છું. આપણને શરણાગતિ પણ ક્યાં આવડે છે ? એ પણ ભગવાન જ શીખવાડે છે. છે ભગવાન સિંહ જેવા છે. સિંહ જેવું શૌર્ય શ્રેણિક, સુલસા, રેવતી વગેરેમાં આવી શકે, પણ સામાન્ય લોકોનું શું ? આઠમું વિશેષણ છે : ભગવાન પુંડરીક કમળ જેવા છે, દર્શન માત્રથી ભગવાન સૌને આનંદ આપનારા છે. ભગવાન સિવાય આ આનંદ બીજે ક્યાંથી મળવાનો ? નટ-નટીના દર્શનથી મળવાનો ? ઘણા મેળવવાનો પ્રયત્ન કરે છે, પણ મળે ક્યાંથી ? કમળ બને છે કાદવ-કીચડ અને પાણીથી પણ રહે છે કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * * * * * * * * * * * ૩
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy