SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ હોય, પણ આત્મા માટે હિતકારી છે. દીક્ષા લીધા પછી પણ યોગ્યતાને વિકસાવવાની છે. પ્રભુ-ભક્તિ, ગુરુ-આજ્ઞાપાલન, મૈત્રી આદિ ભાવોના સેવનથી યોગ્યતા વિકસે છે. તમે સૌ સ્વાધ્યાય, સંયમ, સેવા, ગુરુ-ભક્તિ કરજો . ગુરુભાઈઓ સાથે સ્નેહથી વર્તજો. આમ કરશો તો પરલોકમાં તો સ્વર્ગ–અપવર્ગના સુખ મળશે ત્યારે મળશે, તમારું આ જ જીવન સ્વર્ગીય સુખથી પણ વધુ સુખથી છલકાઈ ઊઠશે. (દીક્ષા મુહૂર્ત : માગસર સુદ : ૫, શુક્રવાર, તા. ૧-૧૨-૨૦૦૦) ધનમાં જ સંતોષ ન માનો પૂજ્યશ્રીએ પૂછ્યું : (અમેરિકન જિજ્ઞાસુ મિત્રોને) રોજ સવાર પડે ક્યાં દોડો છો, કેમ દોડ છો ? ધન કમાવાને ? પછી સુખ મળે છે ? ઠીક છે. ધન જીવન નિભાવવાનું સાધન છે. પણ એમાં સુખ છે તેમ માનીને સંતોષ ન પામશો ? આ તીર્થમાં કેમ આવ્યા છો ? શું કમાણી થશે ? કમાણીમાં ફરક સમજાય છે ? પ્રભુભક્તિ વડે સાચી કમાણી થશે. - સુનંદાબેન વોરા ૧૩૨ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy