________________
આગમ, અનુમાન અને યોગના અભ્યાસના રસથી - આમ ત્રણ રીતે પ્રજ્ઞાને પરિકર્મિત બનાવવાની છે.
માતૃદેવો ભવ ભૌતિક સુખ પાછળ દોડતા જનસમૂહમાં સ્વાર્થવૃત્તિ વૃદ્ધિ પામે છે. આથી વાત્સલ્યવડે ઉછેરેલા સંતાનો પણ વૃદ્ધ માતા-પિતા પ્રત્યે ફરજ ચૂકે છે. કેમ જાણે તેમને વૃદ્ધાવસ્થા આવવાની ન હોય !
છતાં પણ જૈનશાસનના સંસ્કાર પામેલા કોઈ ભાગ્યશાળી સંતાનો હોય છે કે જેઓ જગતના જીવોને મહાવીર ભગવાનની માતા-પિતાની ભક્તિના અંશો હજી જીવંત છે તેવો આદર્શ આપે છે.
અમેરિકામાં ૨૫ જેવા વર્ષથી વસતા એ ભાઈના અન્ય સહોદર સર્વે અમેરિકામાં આવીને વસ્યા. ત્યાં વળી પિતાનું મૃત્યુ થયું. શહેરના બંગલામાં વસતા માતા એકાકી થઈ ગયા. આ ભાઈએ બાળપણમાં પાઠશાળાનું શિક્ષણ લીધું હતું. માતાએ પણ તેને પૂજા-સામાયિક જેવા સંસ્કાર આપ્યા હતા. ભલે તે વખતે એ સમજ વગર કરેલું. પણ જેમ નાનું બાળક કંઈ દૂધના રંગરૂપના જ્ઞાન વડે દૂધપાન કરતું નથી. છતાં દૂધ વડે બાળકનું શરીર પુષ્ટ થતું જાય છે.
તેમ બાળપણના સંસ્કારો પણ સમય આવે જીવને ભાન કરાવે છે. આ ભાઈએ નિર્ણય કર્યો કે બાળપણમાં માતાએ અમને સાચવ્યા હતા. હવે તેમને સાચવવાનો મારો ધર્મ છે. વળી ભારતમાં રહીને આત્મસાધના થશે. માનવસેવાના કાર્યો પણ થશે.
આ ભાઈ કંઈ બહુ મોટા શ્રીમંત નથી. પાંચ દસકાની વય છે. નોકરી છોડી ધનનો મોહ છોડ્યો. પત્ની અમેરિકામાં રહ્યાં. બે પુત્રો પરિવાર પણ અમેરિકામાં છતાં તેમણે આનંદપૂર્વક માતૃસેવા અને ધમરાધનાને અગ્રિમતા આપી. પોતે પુણ્યશાળી પણ ખરા કે પત્નીએ અને પરિવારે સહર્ષ સંમતિ આપી. થોડા સમય માટે વળી જવાનું રાખશે. પણ મુખ્યત્વે તો ભારતમાં સેવાના કાર્યમાં જોડાયેલા રહેશે.
ભલે આ પાંચમો આરો રહ્યો, પણ જિનશાસન ધબકતું છે. ત્યાં આવા આદશોનું દર્શન થવાનું છે, જેની પાસે ગુણ-સંપન્ન દષ્ટિ છે, તેને આવા જીવંત દૃષ્ટાંતો પ્રેરણાદાયી છે.
- સુનંદાબેન વોરા
*
*
*
*
*
*
*
*
*
*
*
* * ૧૨૧