SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ સંગીતના સાધનો વિનાનું ‘અંદરનું સંગીત.' પરમ કલા એટલે અંદર અનેક વાદ્યો વાગતા હોય ને એમાં બધાને ઓળખી શકાય તે. આ અનાહત, કળા, બિંદુ વગેરે પણ માઈલ સ્ટોન છે. મંઝિલ મળી જતાં તો માત્ર બે જ રહે છે ? આત્મા અને પરમાત્મા. ખરેખર તો એ પણ નથી રહેતા, આત્મા અને પરમાત્મા એક જ થઈ જાય છે. જીવ સરોવર એટલે સમતામય આત્મા ! જ પૂજ્ય પંન્યાસજી મ.નો ઉપયોગ એટલો તીક્ષ્ણ હતો કે ૧૦ મિનિટમાં એક હજાર લોગસ્સ ગણી શકતા. એક શ્વાસમાં ૧૦૮ નવકાર ગણાઈ જતા. અક્ષરો કોઈ રહી ન જાય, ઉપયોગ અત્યંત તીક્ષ્ણપણે ચાલે. હવે બાકી રહેલું ચિદાનંદજીનું પદ જોઈએ : કાચ શકલ તજ ચિંતામણિ લઈ, કુમતિ કુટિલકું સહજ ઠગીરી; વ્યાપક સકલ સ્વરૂપ લખ્યો ઈમ, જિમ ન ભમે મગ લહત ખગીરી. ચિદાનંદ આનંદ મૂરતિ નિરખ, પ્રેમભર બુદ્ધિ થગીરી. (૭) જ્યોતિ ધ્યાન સૂર્ય-ચન્દ્ર વગેરે દ્રવ્ય જ્યોતિ છે. ધ્યાનાભ્યાસથી લીન બનેલા મનવાળાને ત્રિકાળ વિષયક જ્ઞાન તે ભાવ-જ્યોતિ છે. દ્રવ્ય જયોતિનું ધ્યાન ભાવ જ્યોતિના ધ્યાનમાં આલંબનભૂત બને છે. પોતાની પાસે મૂડી ન હોય તો બીજાની પાસેથી લોન લઈને માણસ વેપાર કરે તેમ જ્યાં સુધી શુદ્ધ આત્મા પ્રગટ ન થાય ત્યાં સુધી પ્રભુ-શક્તિ મેળવીને સાધના કરવાની છે. ___ आगमेनाऽनुमानेन योगाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां लभते तत्त्वमुत्तमम् ॥ ૧૨૦ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy