SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ દરેકનો એંગલ સમજવો જોઈએ. આપણે સમાધિ રાખવા માટે આ એંગલ છે : નિંદક ઉપકારી છે. એના પોતાના માટેનો એંગલ અલગ છે. એણે તો એમ જ વિચારવું જોઈએ : (જો એ વિચારી શકે તેમ હોય તો.) ‘નિન્દો ન જોઽપ નો' ‘વિશ્વમાં કોઈની પણ નિંદાથી મારું શું થશે ?' બન્નેના પોત-પોતાના એંગલ-દૃષ્ટિકોણ હોય છે. એ રીતે અપનાવે તો બન્ને ખરા ! બીજાના દૃષ્ટિકોણ પોતે અપનાવી લે તો બન્ને ખોટા ! ભીંત સાથે તમે અથડાયા તો ભીંતને કશું નથી થવાનું, પણ તમારું માથું ફુટવાનું ! તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય કે જીવાસ્તિકાય વિષે તમે વિપરીત પ્રરૂપણા કરો તેમનું કશું બગડવાનું નથી, પણ તમારું જરૂર બગડશે. તે રીતે તમે સમ્યક્ પ્રરૂપણા કરો તો તેમને ભલે કાંઈ ન થાય, પણ તમારું તો હિત જરૂર થાય જ. મગજને વિકસિત કરવા જ્ઞાનમાં આયાસ કરીએ છીએ. તેમ કાયાને વિકસિત કરવા વીર્યાચારમાં આયાસ કરવો જોઈએ. એક પર મંડી ન પડો, ત્રણેય નોકરોને (મન, વચન, કાયાને) સરખું કામ આપો. be ‘કહ્યું કલાપૂર્ણસૂરિએ' પુસ્તક મળ્યું. પૂજ્યશ્રીના પ્રવચનોમાં અમૃત-અમૃત ને અમૃત જ હોય એમાં બીજું કાંઈ કહેવા જેવું જ નથી. પંન્યાસ મુક્તિદર્શનવિજય ગોરેગાંવ, મુંબઈ ** - * કહે, કલાપૂર્ણસૂરિ-૪
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy