SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ખૂબ જ પસંદ કરતા. આ દોષો ભક્તિના અંતરાયો છે. એને દૂર કર્યા વિના ભક્તિ આત્મા સાથે નહિ જામે. માનવિજયજી કહે છે : આપણે પરનિંદા અને સ્વપ્રશંસા કરીએ છીએ. હવે એને બદલાવી નાખો. પરની પ્રશંસા અને સ્વ-નિંદા કરો. માત્ર થોડી જ દિશા બદલો તો વિરાધનાનો માર્ગ આરાધનાનો માર્ગ બની જશે. જે માર્ગે આગળ જતાં દુર્ગતિનગરી આવવાની હતી, તે જ માર્ગથી પાછા ફરતાં સગતિ નગરી આવશે. આત્મારામજી મ. જેવા ઉત્કૃષ્ટ પ્રભાવક પુરુષ પણ ભગવાન પાસે આવીને રહ્યા છે, પોતાની મોટાઈ નથી રાખી. જેટલા દોષો દુનિયા આપણા જાણશે તેટલું સારું ! જેટલી આપણી નિંદા થશે તેટલું સારું ! તેટલી વધુ કર્મોની નિર્જરા થશે ! વગર પૈસે આ ધોબી તમારા કપડા ધોઈ આપે તે ઓછી વાત છે ? પૂ. કલાપ્રભસૂરિજી : પેલો બિચારો કર્મ બાંધે તેનું શું ? પૂજ્યશ્રી ઃ મહારાજા જતા'તા ને આંબાને મારવા ફેંકેલો પત્થર રાજાને વાગ્યો. મહારાજાએ તે છોકરાને ૧૦૦૦/સુવર્ણમુદ્રા ઈનામ આપ્યું. મંત્રીએ કહ્યું : આવતી કાલે આપને હજાર પત્થરા ખાવા પડશે. કારણ કે બધાને ઈનામ મળશે, એવી આશા હશે ! તમારો પ્રશ્ન પણ આવો જ છે. મહારાજાએ કહેલું : હું એવો મૂર્ખ નથી. કે એમ પત્થર મારનારને ઈનામ આપું. જેમનો ઈરાદો એવો હોય તેમને તો સજા જ કરું, પણ આ છોકરાનો ઈરાદો કાંઈ મને મારવાનો ન્હોતો, ફળ મેળવવાનો હતો. એક વૃક્ષ પણ પત્થર મારનારને ફળ આપે તો હું માણસોમાં પણ હું રાજા એને સજા આપું ? હું વૃક્ષથી પણ ગયો ? રાજાનો આ એંગલ હતો. * * * * * * * * * * * * ૦૦
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy