SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પણ વાડો હોય તોય બહાર ભાગ્યે જ જાય ! વીર્યાચાર જ અભરાઈએ મૂકાઈ ગયો. એક વખતે અમારું ચાતુર્માસ (વિ.સં. ૨૦૨૫) અમદાવાદ વિદ્યાશાળામાં હતું. હું સાંજે બહિર્ભુમિએ ગયો. વરસાદ પડ્યો. સામે પૂ.આ.શ્રી મંગલપ્રભસૂરિજી (ત્યારે પં.મ.) સામે મળ્યા. કપડા ભીંજાયેલા હતા. મેં પૂછ્યું : આપના જેવા આવા વરસાદમાં બહાર બહિભૂમિએ જાય તે કરતાં વાડામાં જાય તો શો વાંધો ? તેમણે કહેલું : “જુઓ, વરસાદમાં ભીંજાતા જવું સારું, પણ વાડામાં જવું સારું નહિ ! વરસાદમાં સ્થાવરની વિરાધના છે, જ્યારે વાડામાં ત્રસની વિરાધના છે. વળી, ખોટી પરંપરા પડે તે જુદી.” ઘણા ગૃહસ્થો પૈસા ચૂકવી શકે તેમ ન હોય ત્યારે દેવાળું ફૂંકે છે.તેમ કેટલાક પ્રાયશ્ચિત્ત પૂરું ન કરવાથી આલોચના લેવાનું જ બંધ કરે છે. | મહાનિશીથમાં લખ્યું છે : એક અનાલોચિત પાપ ભયંકર દુર્ગતિમાં લઈ જાય છે. જે પાપની આલોચના લેવાનું મન ન થાય, તે પાપ-કર્મ નિકાચિત સમજવું. આપણે તો સ્થૂલ પાપોની જ આલોચના લઈએ છીએ, સૂક્ષ્મ વિચારો તો જણાવતા જ નથી. અનાલોચિત પાપવાળા આપણું શું થશે ? ઉત્તમ આત્મા કદાચ પાપ કરે, પણ પછી એમને ખૂબ જ પશ્ચાત્તાપ થાય. જેને પાપ કર્યા પછી પશ્ચાત્તાપનો ભાવ જાગતો ન હોય, તેણે સમજી લેવું : હજુ મારો સંસાર ઘણો લાંબો છે. ઉપા. માનવિજયજી મ.ની જેમ કહી શકે : “ક્યું કર ભક્તિ કરું પ્રભુ તેરી. કામ, ક્રોધ, મદ, માન, વિષય રસ, છાંડત ગેલ ન મેરી...' તેનો જ આત્મા નિકટ મોક્ષગામી સમજવો. આ નાનકડા સ્તવનમાં આપણી સાધનામાં રુકાવટ કરતા લગભગ તમામ દોષો આવી ગયા છે. જૂના સંગીતકારો (દીનાનાથ વગેરે જેવા) આવા ગીતોને ૦૬ * * * * * * * * * * * * * કહે, કલાપૂર્ણસૂરિ-૪ * * * :
SR No.032616
Book TitleKahe Kalapurnasuri Part 04 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages452
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy