SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ઊડાવતું, પણ કર્મરાજાનો ગોળીબાર તૈયાર છે. ડૉક્ટર રોગની ખતરનાકતા એટલે બતાવે છે કે દર્દી પરહેજીનું બરાબર પાલન કરે, પથ્યના સેવનપૂર્વક કડવી દવા વગેરે લે. દર્દી જો એમ ન કરે તો એનું જીવન જોખમમાં જ મૂકાઈ જાય. અહીં પણ ડૉક્ટરના સ્થાને ગુરુ છે. એમનું ન માનીએ તો પરલોકમાં તો દુર્ગતિ આદિ ઝીંકાય જ, આ જન્મમાં પણ રોગાદિ આવી શકે. ગુરુ ભલે ઉંમરમાં નાના હોય, અલ્પશ્રુત હોય તો પણ એની આશાતના આપત્તિ નોંતરે છે. સાચા ગુરુને છૂપાવવાથી પેલા યોગીનું કમંડળ આકાશમાંથી નીચે પટકાયેલું. પોતાને ભણાવનાર ચંડાળને ઉપર બેસાડવાથી જ શ્રેણિક અવનામિની - ઉજ્ઞામિની વિદ્યા શીખી શકેલા. આપણે સંયમ-જીવન જીવવું છે, મોક્ષે જવું છે, સાથે અવિનય પણ ચાલુ રાખવો છે ! લાડવા ખાઇને ઉપવાસ કરવો છે ! ગમે તેટલી તપ વગેરેની ઘોર સાધના હોય પણ અવિનય હોય તો બધું જ નકામું. દા.ત. કૂલવાલક. અવિનય કોણ કરે ? સ્તબ્ધ-અભિમાની. ક્રોધ પણ અભિમાનનો જ પ્રકાર છે. અંદર અભિમાન પડેલું હોય તો જ ગુસ્સો આવે. અહંકાર ઘવાય ત્યારે જ ક્રોધ આવે. તમે જે. ‘અપરાધક્ષમાં શોધ: ' અપરાધીને માફી ન આપવી તે ક્રોધ છે. બધા દોષોને પેદા કરનાર અહંકાર છે. બધા ગુણોને પેદા કરનાર નમસ્કાર છે. અહંકાર સંસારનું બીજ છે; નમસ્કાર મુક્તિનું બીજ છે. આપણે ક્યાં રહેવું છે ? મુક્તિમાં કે સંસારમાં ? અહંકાર ન છોડીએ તો મુક્તિની સાધના શી રીતે શરૂ થાય?” કરેમિ ભંતે' માં “સવિષ્ણ' શબ્દ દ્વારા અઢારેય પાપસ્થાનકનો ૩૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy