SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન-દશામાં સમાધિની ઝલકની અનુભૂતિ વિના આવી કૃતિ ન સંભવી શકે. ગ્રન્થ એટલે ગ્રન્થકારનું હૃદય. ગ્રન્થ મળ્યો એટલે એ મહાત્માનો સંગ મળ્યો. ગ્રન્થના માધ્યમથી આજે પણ આપણે હિરભદ્રસૂરિ, ઉપા. યશોવિજયજી આદિ મહાપુરુષોનો સંગ કરી શકીએ છીએ. * વેપારી વેપારની માથાકુટ કરે, પણ સાંજે નફો મેળવે. આપણને ઘ્યાન કે સમતાનો નફો મળે છે ? આપણી ક્રિયાઓ અંધારામાં કરેલા ગોળીબાર જેવી નથી ને ? કોઇ પણ એક યોગ એવો પકડી લો, જે તમને સમાધિ સુધી લઈ જાય. યાદ રાખો : દરેક જિનોક્ત અનુષ્ઠાનમાં આ તાકાત છે. સાકરના દરેક દાણામાં મીઠાશ છે, તેમ દરેક જિન-વચનમાં સમાધિનું માધુર્ય છે. ‘સૂત્ર અક્ષર પરાવર્તના, સરસ શેલડી દાખી; તાસ રસ અનુભવ ચાખીએ, જિહાં છે એક સાખી.’’ ઉપા. યશોવિજયજી મ. કલ્પનાના ચમચાથી શાસ્ત્રના દૂધપાકનો સ્વાદ નહિ મળે, એ માટે અનુભવની જીભ જ જોઈશે. માત્ર પઠન-પાઠનથી તૃપ્ત ન બનો. ઠેઠ અનુભવ સુધી પહોંચવાની તમન્ના રાખો. — વિહિત અનુષ્ઠાનો છોડીને તમે અનુભવ સુધી નહિ પહોંચી શકો, એ પણ ધ્યાન રહે. ઘણા અનુભવ પ્રાપ્તિની ધુનમાં પ્રતિક્રમણાદિ અનુષ્ઠાનો છોડી દેતા હોય છે. આ ખૂબ જ ખતરનાક પગલું છે. જુઓ, ઉપા. યશોવિજયજી કહે છે : ‘ઉચિત વ્યવહાર અવલંબને, એમ કરી સ્થિર પરિણામ રે; ભાવીએ શુદ્ધ નય ભાવના, પાવનાસય તણું ઠામ રે.........'' પહેલા ઉચિત વ્યવહાર, પછી જ નિશ્ચય. નહિ તો રાજચન્દ્રના ૪૬૨ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy