SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ * મોક્ષની રુચિ થઈ છે, એમ ક્યારે ગણાય ? મોક્ષના ઉપાયો પ્રત્યે રુચિ થાય ત્યારે. માત્ર શાબ્દિક રુચિ ન ચાલે, હાર્દિક જોઇએ. અહીં જીવન્મુક્તિ મળે તેને જ ભવાંતરે સિદ્ધશિલાની મુક્તિ મળે. ભગવાને આપેલા આ ચારિત્રમાં જીવન્મુક્તિ આપવાની તાકાત છે. * ભગવાનના તત્ત્વો પર શ્રદ્ધા, સર્વત્ર ઔચિત્ય, સર્વ પર મૈત્રી આ અધ્યાત્મયોગ છે. પછી ભાવના, ધ્યાન, સમતા અને છેલ્લે વૃત્તિ સંક્ષેપરૂપ યોગ આવે છે. ચારિત્રવાનને આ પાંચેય યોગ અવશ્ય હોય જ. * ગૃહસ્થોની પથારી એટલે નિદ્રા. સાધુનો સંથારો એટલે સમાધિ. યોગીને ઊંઘમાં પણ સમાધિ હોય, એ સમજવું રહ્યું. સમાધિ, ધ્યાન વિના ન આવે. પૂર્વકાળમાં ધ્યાનના પ્રયોગો આપણા મુનિઓ કરતા રહેતા, એ ધ્યાન વિચારના ૨૪ ધ્યાનના ભેદો વાંચતાં સમજાય છે. આ ધ્યાન બે પ્રકારે થાય : ભવન અને કરણ દ્વારા. સમ્યગદર્શન પણ બે રીતે મળે : નિસર્ગ અને અધિગમથી. ભવન [નિસર્ગ) એટલે સહજપણે. કરણ [અધિગમ] એટલે દેશના શ્રવણાદિના પુરુષાર્થથી. આ લક્ષ્ય આપણે ચૂકી ગયા એટલે ધ્યાન આપણને અજનબી ચીજ લાગે છે. અત્યંત નિકટ કાળમાં થઈ ગયેલા ૫. વીરવિજયજી, ચિદાનંદજી આદિની કૃતિઓ વાંચશો તો ધ્યાન-સમાધિ આદિની ઝલક જોવા મળશે. જુઓ, પં. વીરવિજયજી મ. ગાય છે : “રંગ રસીયા રંગ-રસ બન્યો મનમોહનજી, કોઈ આગળ નવિ કહેવાય; વેધકતા વેધક લહે, બીજા બેઠા વા ખાય...” કહ્યું, કલાપૂર્ણસૂરિએ જે ૪૬૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy