SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા અષાઢ સુદ-૧, ૨-૭-૨૦૦૦, રવિવાર * જે સાધના દ્વારા ભગવાને પૂર્ણ આનંદ પ્રાપ્ત કર્યો તે જ સાધના આપણને બતાવી છે. જે વેપાર દ્વારા પિતાજીએ અઢળક ધન કમાયું હોય તે વેપારની કળા પોતાના સંતાનોને ન બતાવે ? આપણે સૌ ભગવાનના સંતાન છીએ. ભગવાન તો કહી ગયા છે ? તમને મળેલી સાધના તમે પણ તમારા માટે અનામત નહિ રાખતા, બીજાને આપતા રહેજો. આપતા રહેશો તો પરંપરા ચાલશે. * કહેવાય છે કે પુષ્પરાવર્તના મેઘથી ૨૧ વર્ષ સુધી ભૂમિ પાક આપ્યા કરે. ભગવાન મહાવીરદેવની વાણીના પ્રભાવથી ૨૧ હજાર વર્ષ સુધી શાસન ચાલ્યા કરવાનું. * વાદળને જોઈને મોરને સૌથી વધુ આનંદ થાય. સમ્યગ્દષ્ટિને પ્રભુની વાણીની વૃષ્ટિથી આનંદ થાય. આપણું હૃદય જિન-વચનથી આનંદથી નાચી ઊઠે છે ? જેમ જેમ આનંદ વધતો જાય તેમ તેમ આપણી ભૂમિકા ઉચ્ચ ને ઉચ્ચ બનતી જાય, સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ આદિ આગળ-આગળની ભૂમિકાઓ આવતી જાય. આમ તો આ આનંદ અપાર્થિવ છે, ભૌતિકતાથી પર છે, છતાં સૌ મનુષ્યો સમજી શકે માટે ભગવાને સાધુના પ્રારંભના એક ૪૬ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy