SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યમ્ દર્શનની નિર્મળતા વધશે તેટલી સમ્યફ ચારિત્રની નિર્મળતા વધશે જ. કપડા સ્વચ્છ ગમે તો ચારિત્ર પણ સ્વચ્છ જ ગમવું જોઈએ ને ? કપડામાં ડાઘ ન લાગે તેની તકેદારી રાખનારા આપણે ચારિત્રની ચાદરની તકેદારી ન રાખીએ તે કેમ ચાલે ? મોહરાજા એ ચાદરને ભલે મલિન બનાવવા પ્રયત્ન કરે, પણ આપણે જાગૃત રહીએ તો એનું કાંઈ ન ચાલે. દર્શન મોહનીય સમક્તિને અને ચારિત્ર મોહનીય ચારિત્રને મલિન બનાવનાર છે. * છ આવશ્યકો આપણા પાંચેય આચારને નિર્મળ બનાવનારા છે. સહુથી શ્રેષ્ઠ સહુથી શ્રેષ્ઠ દિવસ : આજનો સહુથી શ્રેષ્ઠ મનોરંજન : કલ્પના, પુરુષાર્થ અને સિદ્ધિ સહુથી મોટો કોયડો : જીવન સહુથી મોટું રહસ્ય : મૃત્યુ સહુથી મોટી ભૂલ : હિંમત હારીને પુરુષાર્થ છોડવો તે સહુથી મોટું સ્થાન : જ્યાં તમને સફળતા મળે તે સહુથી મોટો ચોર : જાતને છેતરે તે સહુથી મોટો જ્ઞાની : જાતને જાણે તે સહુથી મોટો દેવાળીઓ : આત્મવિશ્વાસ ગુમાવે તે સહુથી સહેલી વસ્તુ : બીજાના દોષો જોવા તે સહુથી મુશ્કેલ બાબત ઃ જાતને સુધારવી તે સહુથી શ્રેષ્ઠ : પ્રેમ... પ્રેમ... અને પ્રેમ કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૪૨૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy