SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો નથી કરવા છતાં થઈ જાય છે. કષાયો સામે લડવાની શક્તિ નથી. લડીએ છીએ ત્યારે કષાયો જીતી જાય છે. અમે હારી જઈએ છીએ. શું કરવું ? એમ તમે કહેતા હો તો હું કહીશ : પોતાની તાકાતથી કષાયો નહિ જીતાય. એ માટે ભગવાનનું શરણું સ્વીકારવું પડશે. પ્રભુનું શરણું સ્વીકારીને લડનારો આજ સુદી કદી હાર્યો નથી. આપણે આપણી તાકાતથી લડવા જઈએ છીએ. ફલત : હારી જઈએ છીએ ને નિરાશ બની જઈએ છીએ. આપણી શક્તિ કેટલી ? અનંત શક્તિનું શરણું સ્વીકારીએ તો કદી પરાજયનું મોટું જોવું ન પડે. જો કે, પ્રભુનું શરણું સ્વીકારવાની ઈચ્છા થવા માટે પણ ચિત્તની નિર્મળતા જોઈએ. કર્મોનો જત્થો અમુક પ્રમાણમાં હળવો ન બને ત્યાં સુધી પ્રભુ કદી યાદ આવતા નથી. એમનું શરણું સ્વીકારવાનું મન થતું નથી. પ્રભુ યાદ આવે, પ્રભુનું શરણું લેવાનું મન થાય તો સમજ જો : ચિત્ત ચોક્ખું થયું છે. કર્મોના ગાઢ વાદળાઓમાં કાણું પડ્યું છે. નિર્મળ ચિત્તમાં જ વિનય, વિદ્યા, વિવેક, વૈરાગ્ય, વિરતિ, વીતરાગતા અને વિમુક્તિ ક્રમશઃ મળે છે. * તમારે ઘેર કોઈ મહેમાન આવે તો શું કરો ? આ પાલીતાણા છે. અહીં અન્ય સમુદાયના કે અન્ય ગચ્છના સાધુ-સાધ્વીજીઓ પણ આવે. એમને આવકારશે. આગળ બેસાડો. તમે તો રોજ સાંભળો જ છો. ક્યારેક બીજાને ચાન્સ આપજો. પાછળ બેસવાથી નહિ સંભળાય તો પણ તમે બીજાને સાંભળવાનો અવસર આપ્યો તેથી તમને લાભ જ છે. સાંભળી-સાંભળીને પણ આખરે કરવાનું શું છે ? આ જ તો કરવાનું છે. * રત્ન અને રત્નની કાંતિ કદી અલગ ન હોઈ શકે. રત્ન ભલે ખાણમાં પડેલો હોય, એની ચમક જરાય ન દેખાતી હોય, કાચથી પણ ઓછી ચમક હોય, છતાં ઝવેરીની આંખ તો એમાં પણ ચમક જુએ જ છે. ૩૬૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy