SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા જેઠ વદ-૧ ૧૭-૬-૨૦૦૦, શનિવાર * બોકડા કાપનાર “કસાઈ' કહેવાય છે. કષાયો કરનાર પણ “કષાયી' કહેવાય છે. બન્નેમાં માત્ર નામ સામ્ય જ નહિ, બીજું પણ સામ્ય છે. કસાઈની જેમ કષાયો કરનાર પણ સ્વ-પરના ભાવ-પ્રાણોની હત્યા કરે છે. એ અપેક્ષાએ કસાઈ કરતાં પણ “કષાયી' ખતરનાક છે. દ્રવ્યપ્રાણનું મૂલ્ય વધારે કે ભાવપ્રાણનું ? દ્રવ્યપ્રાણની હત્યા કરનારને કસાઈ કહીએ છીએ. ભાવપ્રાણની હત્યા કરનારને શું કહીશું ? * ઋષભદેવે વ્યવહાર જગતની [શિલ્પ, રાજ્ય આદિની] વ્યવસ્થા એટલે કરી કે એ દ્વારા સભ્ય બનેલો માનવ ધર્મ માટે યોગ્ય બની શકે. આ યુગના આવા આદ્ય પ્રવર્તક ભગવાનને પણ કર્મ ન છોડે તો આપણને છોડશે ? કષાયો કરી - કરીને આપણે કર્મો બાંધી રહ્યા છીએ. પણ આપણને ખબર નથી કે આનો વિપાક કેવો આવશે ? કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૩૬૧
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy