SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયો માંદા ન પડે તો કેટલાય ઓઘા લઈએ કે કેટલીયે વાર ગિરિરાજ પર જઈ આવીએ, પણ આપણું કામ નહિ થાય.એને યાત્રા ન કહેવાય, માત્ર ચડ-ઊતર કહેવાય. બહુ બહુ તો પર્વતારોહણ રૂપ કસરત કહેવાય. એને સંયમ ન કહેવાય. માત્ર કાયક્લેશ કહેવાય. * સુખ ખરાબ કે દુઃખ ? સુખમાં આનંદ થાય છે, એ ખરું, પણ જો એમાં રિસ - ઋદ્ધિ-સાતા ગારવ રૂપ સુખ ] આસક્ત બનીએ તો આત્માના અવ્યાબાધ સુખથી દૂર જ રહીએ. જે દુઃખને સહન કરવાથી કર્મની નિર્જરા થાય, આત્માની શુદ્ધિ થાય, આત્માનંદની ઝલક મળે, એ દુઃખને દુઃખ શી રીતે કહેવાય ? આથી જ જ્ઞાનીઓની નજરે સુખ દુઃખ છે. દુઃખ સુખ છે. મુનિ જ્યારે દુઃખને સુખ માને, સુખને દુઃખ માને ત્યારે મોક્ષસુંદરી દોડતી-દોડતી તેની પાસે આવી પહોંચે – એમ યોગસારકાર કહે છે : यदा दुःखं सुखत्वेन, दुःखत्वेन सुखं यदा । मुनिर्वेत्ति तदा तस्य, मोक्षलक्ष्मीः स्वयंवरा ॥ * આજે એક આરાધક [ભારમલ હીરજી, ઘાણીથર,-કચ્છવાગડ] આત્મા શત્રુંજય પર ચડતા-ચડતા સમવસરણ મંદિરથી થોડેક ઉપર જતાં મૃત્યુ પામ્યા. અત્યંત સમાધિપૂર્વક નવકાર શ્રવણ કરતાં એ આત્મા સિદ્ધાચલની પુણ્યભૂમિ પર અવસાન પામ્યા. માંગતાંય ન મળે તેવું મૃત્યુ તેમને મળ્યું. મૃત્યુ અચાનક જ આવીને ત્રાટકે છે. આપણી પાસે કોઈ આરાધનાની મૂડી નહિ હોય તો ત્યારે સમાધિ શી રીતે રહેશે ? સમાધિ વિના સદૂગતિ શી રીતે મળશે ? બીજાના મૃત્યુમાં સ્વ-મૃત્યુનું નિરંતર દર્શન કરો. મારી જ આ ભાવિ ઘટના છે, એમ જુઓ તો તમારો વૈરાગ્ય દિન-પ્રતિદિન વૃદ્ધિગત બનતો રહેશે. ૩૫૦ એ કહ્યું, કલાપૂર્ણસૂરિએ
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy