SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા જેઠ સુદ-૧૩ ૧૪-૬-૨૦૦૦, બુધવાર * અનેક દુઃખો સંસારમાં આપણે ભોગવ્યા. કારણ કે જિનવચન ન મળ્યું. અત્યારે જિન-વચન તો મળ્યું છે, પણ ફળ્યું છે ખરું ? એ ત્યારે જ ફળે જ્યારે જિન-વચન નિજ-જીવન બની જાય, જિનવચન પ્રમાણે જીવન બની જાય. જો કે, આ વિષમ કાળમાં આવું જીવન જીવનારા ઘણા જ ઓછા છે. યોગસારકારની ભાષામાં કહીએ તો “દ્વિત્રાઃ” બે-ત્રણ જ. જેમનો સંસાર લાંબો છે, વિષયાસક્તિ ગાઢ છે, કષાયો પ્રબળ છે, તેવા જીવોને તો આ જિન-વચન ન જ ગમે તે સ્વાભાવિક જ કષાયાદિ મંદ પડેલા હોય તો જ જિન-વચન ગમે. કષાયો મંદ પડયા છે, એમ શી રીતે જણાય ? સામી વ્યક્તિના ઉગ્ર કષાયોના હુમલા વખતે પણ આપણે કષાયોને ઊભા ન થવા દઈએ તો જાણવું : મારા કષાયો નબળા થઈ ગયા છે. સંયમની યાત્રા અને ગિરિરાજની યાત્રા પણ તો જ સફળ બને જે કષાયો માંદા પડે. કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૩૪૯
SR No.032614
Book TitleKahe Kalapurnasuri Part 02 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2006
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy